અમરેલી જિલ્લાના બગસરા પોલીસ મથકમાં વિદેશી દારૂના સહીત ૧૮ ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવેલો જૂનાગઢના ભાજપના કોર્પોરેટરનો પતિ અને લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા અને તેના ડ્રાઈવર કમ સાગરીતને અમરેલી ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ઉજ્જૈન નજીકથી દબોચી લઈ અમરેલી ખાતે લાવવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધીરેન કારિયા રાજ્યવ્યાપી વિદેશી દારૂનું નેટવર્ક કેટલાક વર્ષોથી ચલાવી રહ્યો છે. અનેક તેની ઉપર રાજ્યના ૧૧ જિલ્લામાં ૫૯ જેટલા દારૂના ગુનાઓ નોંધાયેલા છે અને ૧૮ ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જયારે તેના ડ્રાઈવર કમ સાગરીત જૂનાગઢના ઉદય દવે જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને મોરબી જિલ્લાના ગુનામાં વોટેન્ડ છે.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે માટે ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર દ્વારા એંજ હેઠળ આવતા અમરેલી સહિતના જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની સૂચના આપેલી હોઈ જે સૂચના અન્વયે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ ખાસ ડ્રાઈવનું આયોજન કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા તેમજ જેલમાંથી ફરાર થયેલા આરોપીઓને પકડી પાડવા માટે ટેક્ધિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, બગસરા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ અને લિસ્ટેડ બુટલેગર જુનાગઢનો ધીરેન કારીયા અને તેનો ડ્રાઈવર કમ સાગરીત ઉદય દવે મધ્યપ્રદેશના ઉજ્જૈન તરફ છુપાયેલા છે. જે બાતમીના અમરેલી ક્રાઇમ બ્રાન્ચની ટિમ ઉજ્જૈન પહોંચી હતી અને ટેક્ધિકલ રિસર્ચની મદદથી અમરેલી ક્રાઇમ બ્રાન્ચએ વોચ ગોઠવી ધીરેન અમૃતલાલ કારીયા (ઉ.વ.૪૧-રહે. રાયજી બાગની બાજુમાં, પ્લેટિનિયમ એપાર્ટમેન્ટ-જૂનાગઢ) અને તેનો ડ્રાઈવર કમ સાગરીત ઉદય નરોત્તમભાઇ દવે (ઉ.વ.-૪૭, રહે- રાધેશ્યામ એપાર્ટમેન્ટ,જૂનાગઢ)ને ઝડપી લઈ મધ્યપ્રદેશ પોલીસને જાણ કરી અમરેલી ખાતે લાવવામાં આવ્યા હતા અને વધુ તપાસ માટે બગસરા પોલીસને સોંપી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લાના પોલીસ મથકના એકથી વધુ ગુનામાં આરોપી ફરાર હોઈ તો પોલીસ પક્કડથી બચી શકે છે. પરંતુ અમરેલીના તત્કાલીન એસ.પી. નિર્લિપ્ત રાય અને હાલના એસ.પી.હિમકરસિંહની કાર્યપધ્ધતિથી અમરેલી જિલ્લાના પોલીસ મથકમાં એક પણ ગુનામાં સંડોવાયેલો આરોપી હોઈ તો તેને પકડી પાસા સહિતની આકરી સજા માટેની કાર્યવાહી કરવામાં આવે એ અનેક વખત નોંધનીય બન્યું છે.
ધીરેન કારિયા સામે ૫૯ અને ગૌતમ દવે સામે ૧૦ ગુનાઓ
પોલીસ સૂત્રોની વિગત મુજબ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા સામે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર,મોરબી, દ્વારકા, કચ્છ, ગાંધીનગર, નર્મદા,પોરબંદર, જામનગર, અમરેલી જિલ્લામાં દારૂના ૫૯ ગુનાઓ નોંધાયેલા છે જેમાં ૧૮ ગુનાઓમાં ફરાર હતો, જયારે ગૌતમ દવે સામે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી જિલ્લામાં ગુણ નોંધાયેલા છે. જેમાં ચાર ગુનામાં ફરાર હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech