જયાનો પહેલો પ્રેમ બીગબી નહી, ધર્મેન્દ્ર હતા

  • October 07, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જયા બચ્ચનએ પોતાના ક્રશ વિશે ખુલીને વાત કરી,પહેલી મુલાકાતમાં જ થઈ ગઈ હતી ફિદા

અભિનેત્રી જયા બચ્ચનનો પહેલો પ્રેમ અમિતાભ બચ્ચન નહીં પરંતુ ધર્મેન્દ્ર હતો. જયાએ પોતે જ ધર્મેન્દ્ર સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. વાસ્તવમાં જયા બચ્ચન અભિનેત્રી હેમા માલિની સાથે કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ 2'માં પહોંચી હતી. આ દરમિયાન જયાએ પોતાના ક્રશ વિશે ખુલીને વાત કરી હતી.

બોલિવૂડ એક્ટ્રેસ જયા બચ્ચન પોતાના બોલવાના અંદાજને કારણે ચર્ચામાં રહે છે. જયા બચ્ચન દરેક મુદ્દા પર ખુલીને બોલે છે. અભિનેત્રીએ વર્ષ 1963માં ફિલ્મ 'મહાનગર'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ જયાને 1971ની ફિલ્મ 'અપહાર'થી ઘણી ઓળખ મળી. જયાએ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. 1973માં રિલીઝ થયેલી અમિતાભ અને જયાની ફિલ્મ 'જંજીર' બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. 'જંજીર' સુપરહિટ બનતાં જ અમિતાભ અને જયાએ લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી પણ તે અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મોનો ભાગ બની હતી.અમિતાભ અને જયા બચ્ચનની લવ સ્ટોરી ફિલ્મ 'પહેલી નજર'ના સેટ પર શરૂ થઈ હતી. એક્ટ્રેસ જયા બચ્ચને શો દરમિયાન જણાવ્યું હતું કે તેને ધર્મેન્દ્ર પર ક્રશ છે. જ્યારે પહેલીવાર ધર્મેન્દ્ર સાથે પરિચય થયો ત્યારે તે નર્વસ હતી.

'કોફી વિથ કરણ 2'માં જયાએ એમ પણ કહ્યું હતું કે તે ફિલ્મ 'શોલે'માં બસંતીનું પાત્ર ભજવવા માંગતી હતી. પરંતુ તેની ઈચ્છા પૂરી થઈ શકી નહીં.જયા બચ્ચને એમ પણ કહ્યું હતું કે, 'મારે ફિલ્મમાં બસંતીનું પાત્ર ભજવવું હતું કારણ કે હું ધર્મેન્દ્રને પ્રેમ કરતી હતી. જ્યારે મેં તેમને પહેલીવાર જોયા ત્યારથી જ હું તેમના પર ફિદા થઈ ગઈ હતી. સાચું કહું તો અમિતજી નહીં પણ ધરમજી મારો પહેલો ક્રશ હતા.આજ સુધી તેને યાદ છે કે ધર્મેન્દ્રએ શું પહેર્યું હતું. જ્યારે હું પહેલીવાર ધર્મેન્દ્રને મળી ત્યારે તેમણે સફેદ પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યો હતો, તે ગ્રીક ગોડ જેવા દેખાતા હતા.

જણાવી દઈએ કે શોલે ફિલ્મમાં અભિનેત્રી જયાની જોડી અમિતાભ બચ્ચન સાથે હતી જ્યારે ધર્મેન્દ્ર હેમા માલિની સાથે જોવા મળ્યા હતા.ફિલ્મ 'શોલે'માં જયા બચ્ચને 'રાધા'નું પાત્ર ભજવ્યું હતું, જે એક વિધવા હતી. ફિલ્મમાં જયાની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application