અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં દરેક અભિનેત્રીઓ પોતાની સુંદરતા અને કમાલની ફેશનસેન્સથી જલવો બિખેરતી જોવા મળી હતી અને હાલમાં જ યોજાયેલી સ્પેશિયલ પૂજામાં બોલીવૂડની ધડક ગર્લ જ્હાન્વી કપૂરે ખુદ જ દુલ્હન બનીને પહોંચીને લાઈમલાઈટ લૂંટી હતી. જ્હાન્વી કપૂરનો એથનિક અવતાર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઈવેન્ટમાં જ્હાન્વી રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે પહોંચી હતી.
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ માટે રાખવામાં આવેલી શિવ-શક્તિ પૂજા માટે જ્હાન્વી કપૂર ફેમસ ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાના કલેક્શનમાંથી ખૂબ જ સુંદર લહેંગો પહેર્યો હતો. તેમને સ્ટાઈલ કરવાનું કામ એમિ પટેલે કર્યું હતું. બ્લ્યુ દુપટ્ટા સાથે મલ્ટિકલર આઉટફિટમાં પહોંચી હતી અને લોકોને જ્હાન્વી કપૂરનો એથનિક અટાયર ખૂબ જ સુંદર લાગી રહી છે.
લાઈન સ્કર્ટમાં મલ્ટિકલર જોવા મળી રહ્યા છે અને એમાં રેડ, બ્લ્યુ, ગ્રીન, ઓરેન્જ, યેલો, પિંકની સાથે ક્રીમ કલર જોવા મળી રહ્યો છે. અલગ અલગ રંગના દોરાથી વર્ક કરીને ફૂલ, પાંદડા અને મોટા મોટા કેરીની ડિઝાઈન બનાવવામાં આવી છે.
જ્હાન્વી કપૂરે આઉટફિટની શાઈન વધારવા માટે સ્પેશિયલ જ્વેલરી પહેરી હતી. બ્લ્યુ સ્ટોન લગાવવામાં આવેલા ગોલ્ડન ચોકરની સાથે મેચિંગ ઈયરરિંગ પણ પહેર્યા હતા. એટલું જ નહીં ગોલ્ડન કમરબંધ, બેંગલ અને રિંગથી પોતાના લૂકને કમ્પલિટ કર્યું હતું. માથા પર બિંદી અને વાળમાં રંગબેરંગી ફૂલોનો ગજરો લગાવીને પહોંચેસી હસીનાએ ફેન્સને પોતાની માતા અને બોલીવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની યાદ અપાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech