સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ફોન શોધી કાઢયા : એસપીની આગેવીનીમાં સમારોહ યોજાયો
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી જુદા જુદા નાગરિકોના ગુમ થયેલા બાવન જેટલા મોબાઈલ ફોન પોલીસે બે મહિનાની કવાયત હાથ ધરીને શોધી કાઢી તેના મૂળ માલિકને પરત અપાયા છે. જિલ્લા પોલીસવડા ની આગેવાનીમાં ગઈકાલે એસ.પી. કચેરીમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉચ્ચ પોલિક અધિકારીઓની હાજરીમાં તમામ મોબાઇલના મૂળ માલિકોને બોલાવીને મોબાઇલ ફોન સુપ્રત કરી દેવાયા હતા.
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ શહેર જિલ્લાના નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા માટેની પોલીસ દ્વારા વિશેષથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી છેલ્લા બે થી અઢી મહિનાના સમયગાળા દરમિયાન આશરે 52 જેટલા વ્યક્તિઓના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઇલ ફોન ખોવાઈ ગયા અથવા ગુમ થયા હોવા ની જાણકારી પોલીસ તંત્રને મળી હતી.
જે તમામ મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત મળી જાય, તે માટે એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવા માટે અલગ અલગ ટુકડીને કાર્યરત કરવામાં આવી હતી.
જેના અનુસંધાને જામનગરના શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એ. ડિવિઝનના નિકુંજસિંહ ચાવડા અને તેઓની અલગ અલગ પોલીસ ટીમ દ્વારા સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી હતી, અને ગુજરાત સરકારના વિશેષ પ્રકારના સોફ્ટવેર ની મદદ લઈને સમગ્ર મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ કઢાવવામાં આવી હતી, અને તેની ઝીણવટભરી તપાસ કયર્િ બાદ આખરે આવા કુલ 52 ફોન શોધી કાઢવામાં આવ્યા હતા.
અંદાજે 6 લાખથી લઈને 8 લાખ સુધીની કિંમતના કુલ 52 નંગ મોબાઈલ ફોન કે જે જામનગર શહેર અથવા તો અન્ય વિસ્તારમાં કોઈ પણ સંજોગોમાં પહોંચી ગયા હોય, તે તમામ મોબાઇલ ફોનને જામનગર પરત મંગાવી લેવામાં આવ્યા હતા.
જેની સંપૂર્ણ યાદી તૈયાર કરી જામનગરના જિલ્લા પોલીસ વડાની કચેરીમાં પતેરા તુજકો અર્પણથ શીર્ષક હેઠળનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકારના પોલીસ વિભાગ દ્વારા ચલાવતા આ કાર્યક્રમ હેઠળ પોલીસ દ્વારા પ્રજાજનો ને તેનો મુદામાલ પરત મળી જાય તે માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે છે, તેના ભાગરૂપે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ, શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, લાલપુરના એએસપી પ્રતિભા, તેમજ સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા વગેરેની આગેવાનીમાં એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જે કાર્યક્રમમાં જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર સહિતના કુલ 53 વ્યક્તિઓ, કે જેઓના મોબાઇલ ફોન ગુમ થયા હતા, તે તમામને બોલાવાયા હતા, અને પ્રત્યેક મોબાઈલ ધારકોને ખરાઈ કરીને તેઓનો ગુમ થયેલો મોબાઈલફોન પર ત સોંપી દઈ પપોલીસ એ પ્રજાનો મિત્ર છેથ તે સૂત્રને સાર્થક કર્યું હતું. આ સમગ્ર કાર્યવાહીને લઈને તમામ લાભાર્થીઓએ પણ આનંદ સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઘટાડા સાથે ખુલ્યો પણ રીકવરી મોડ ON
April 03, 2025 12:35 PMહું બોલ્ડ સીન નહીં કરું,: અભિનેત્રીએ રાજ કપૂરને રોકડું પરખાવી દીધું
April 03, 2025 12:32 PMહંસરાજ હંસના પત્ની રેશમ કૌરનું હાર્ટ એટેકથી અવસાન
April 03, 2025 12:25 PMપોતાની શરતે ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રીને હવે કમાણીના ફાંફાં
April 03, 2025 12:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech