આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઇનલ મેચ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ ચાહકોથી ખીચોખીચ ભરાઈ ગયું છે. સ્ટેડિયમના ગેટ પાસે પગ મૂકવાની પણ જગ્યા નથી અને સમગ્ર વાતાવરણ ચાહકોના ઉત્સાહ અને રોમાંચથી ગુંજી ઉઠ્યું છે.
IPL 2025ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાવાની છે. બંને ટીમોના ચાહકો મોટી સંખ્યામાં સ્ટેડિયમ પહોંચ્યા છે અને પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે જોરદાર ઉત્સાહ બતાવી રહ્યા છે. બેંગલુરુ અને પંજાબના સમર્થકો ટી-શર્ટ, ઝંડા અને પોસ્ટર સાથે પોતાની ટીમના નારા લગાવી રહ્યા છે.
આઇપીએલની આ ભવ્ય ફાઇનલ મેચને નિહાળવા માટે દેશભરમાંથી ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ ઉમટી પડ્યા છે. સ્ટેડિયમની અંદર અને બહાર ક્રિકેટનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આ મેચ માત્ર ક્રિકેટનો જ નહીં, પરંતુ એક ઉત્સવનો માહોલ સર્જી રહી છે, જ્યાં દરેક જણ પોતાની ટીમને વિજેતા બનતી જોવા માટે આતુર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા : ગોમતી ઘાટ પર 6 લોકો નાહવા પડતા ડૂબ્યા.
June 05, 2025 05:00 PMઅલંગ આવી રહેલી બંધ ટગે દુબઇથી ૩૦૦ માઇલ દૂર લીધી જળ સમાધી
June 05, 2025 04:47 PMયુવાન સાથે કુંવારી તરીકે પરણ્યા બાદ યુવતીએ કહ્યું ’મારે બે સંતાનો છે’
June 05, 2025 04:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech