જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરતા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ સ્ટાફના પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના ભરતભાઇ ડાંગર, સલીમભાઇ નોયડા, ગોવિંદભાઇ ભરવાડને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે દાહોદના સુખસર પોલીસ સ્ટેશનના કલમ ૧૪૩, ૧૪૭, ૩૨૩, ૫૦૪ મુજબના તથા મારામારીના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતો ફરતો આરોપી રમેશ વાલા કિશોરી રહે. જાવેશી ગામ, તા. ફતેપુરા, જી. દાહોદવાળો હાલ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઇગોરાળા ગામે વાડી વિસ્તારમાં રહે છે જે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી મળી આવતા તેને પકડી પાડી આગળની કાર્યવાહી માટે જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદ્યાનગરમાં ગેરકાયદે ઓટલા તોડી પડાયા
April 05, 2025 04:22 PMકુંભારવાડામાં ા.૭ લાખના તાંબા-પિતળની ચોરી કરનાર ત્રણ ઝડપાયા
April 05, 2025 04:15 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech