શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલ ભંગારના ડેલામાથીરૂપિયા ૬. ૯૦ લાખની કિંમતના તાંબા પિતળના ભંગારની ચોરી થયાની નોંધાયેલી ફરિયાદના પગલે બોરતળાવ પોલીસે ગણતરીના સમયમાંજ ચોરીમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. શહેરના વડવા નેરા વિસ્તારમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા સોહિલભાઈ મજીદભાઇ માલકાણીએ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ ગઇકાલે સવારે તેમની દુકાનનું શટર અડધુ ખુલ્લુ અને તાળુ તુટેલું હોવાનું તેમના પરિચિત રાજુભાઈ માલકાણીએ જણાવતા સોહિલભાઈ તેમની દુકાને ગયા હતા અને દુકાને પહોંચ્યા બાદ તપાસ કરતા. દુકાનમાં રાખેલા તાંબા - પિતળના પ્લાસ્ટીકના થેલા કુલ નં. ૧૭ કિ.રૂા. ૬, ૯૦, ૦૦૦ની કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરી નાસી છૂટ્યા હતા. સોહિલભાઇએ નોંધાવેલી ફરિયાદના પગલે બોરતળાવ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી ગણતરીના સમયમાંજ ચોરીમાં સંડોવાયેલા ઇમરાન મહેબુબ ભાઈ કુરેશી (રે.માઢિયાફળી, ડોડીયા પાન વાળો ખાંચો, ભાવનગર), મુજફર રજાક ભાઈ ચૌહાણ (રે. મોતી તળાવ, કુંભારવાડા, ભાવનગર) અને સાદીક ચાંદ ભાઈ સૈયદ(રે.અલકા ટોકીઝ પાસે, બોડિયા મહાદેવ વાળો ખાંચો, ભાવનગર)ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech