રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક નિર્માણ કરાયેલા રામવન ધ અર્બન ફોરેસ્ટ ખાતે આવતીકાલે રામનવમી નિમિતે તમામ વય જૂથના મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. શહેરમાંથી રામ વન સુધી જવા માટે સિટી બસ સેવા ઉપલબ્ધ છે.
વિશેષમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૫માં આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ ઉપર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનપ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ રામવન આજી ડેમ પાસે વિકસિત કરી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. આવતીકાલ તા.૬-૪-૨૦૨૫ના રોજ રામનવમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત રામ વનની મુલાકાત માટે તમામ મુલાકાતીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્રના પ્રસંગોને આલેખતી વિશાળ પ્રતિમાઓ સહીતના આકર્ષણો દર્શાવતું રામવનનું નિર્માણ કરવામાં આવેલ છે. ભગવાન રામના જીવનચરિત્રના પ્રસંગોમાંથી પ્રેરણા મેળવે તેમજ ભગવાન શ્રીરામ પ્રત્યેના ભક્તિભાવથી અવગત કરવાના ઉમદા હેતુથી રામનવમીના દિવસે રામ વનની મુલાકાત માટે આવનાર તમામ વય જૂથના મુલાકાતીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. નાગરિકોને નિઃશુલ્ક સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech