સાઇબર ક્રાઈમ પોલીસ દ્વારા લોકોને વારંવાર જાગૃત કરી ફેસબુક વોટ્સએપ કે અન્ય સોસીયલ મિડીયા પર આવતી લલચામણી જાહેરાતો કે લીંક ઉપર કોઈપણ જાતનાં ઓનલાઇન વહીવટ નહીં કરવાં અને સાઈબર ક્રાઈમી બચાવા જણાવવા છતાં અજાણય શખ્સો દ્વારા અભણ લોકોને મોબાઈલ હોટસ્પોટ અને ફેસબુક આઈડીની લીંક સ્વરૂપે વહેવાર કરતાં હોવાનાં કારણે છેતરાતા હોય છે. અને મોટી રકમ ગુમાવતાં હોવાની ફરીયાદો અવાર નવાર ઉઠવા પામે છે આવોજ એક વધું કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ઉનાના મંડપ ડેકોરેશનનું કામ કરતાં સમસુદી હાસમભાઈ સોરઠીયાએ ગત તા. ૩ ફેબ્રુઆરીનાં ફેસબુક પર લોન અંગેની જાહેરાતમાં કોન્ટેક્ટ કરતાં લોનબડી નામની એપ્લિકેશન ડાઉનલોડ મોબાઈલમાં કરતા અજાણીય વ્યક્તિનો વ્હોટસએપ પર ફોન આવેલ હતો. અને લોન બાબતે બધી ઈન્કવાયરી આપેલ ત્યાર બાદ લોન એપ્લાઈડ કરતાં એપ્લીકેશન દ્વારા સામેની વ્યક્તિ એ પહેલારૂ.૪,૨૦૦ની લોન પાસ કરેલ જે પૈકી વ્યાજ કાપીને રૂ.૨,૫૨૦ સમસુદી હાસમભાઈનાં ખાતામાં પૈસા નાખેલ હતાં. ત્યાર બાદ રૂા. ૩,૦૦૦ની લોન પાસ કરેલ જે પૈકી વ્યાજ કાપીને રૂા. ૧,૮૦૦ ખાતામાં આવેલ.ત્યાર બાદ રૂ.૩૯૦૦ની લોન પાસ કરેલ જે પૈકી વ્યાજ કાપીને રૂ.૨,૩૫૦ આવેલ હતાં. આમ એકજ વ્યકિતની ત્રણ લોન પાસ કરી તેની વ્યાજની રકમ કાપી હતી. ત્યાર બાદ તા.૮ ફેબ્રુઆરીના સાઈબર ક્રાઈમનો ભોગ બનેલાં સમસુદી હાસમભાઈ ઉપર છેતરપિંડી કરનાર અજાણા વ્યક્તિનો ફોન આવેલ કે તમારા ખાતામાં જે રકમ નાંખેલ છે તેની લોનની રકમ તમારે આજેને આજે જ ભરવી પડશે તેમ કહી એક લીંક મોકલી હતી. અને કહેલ કે તમે આજે જ આ લોનની રકમ ભરી આપો નહીતર તમારા ન્યુડ ફોટા તમારા ઘરના સભ્યોને અને સોશીયલ મીડીયામાં વાયરલ કરી દેશું તેવી ધમકી આપેલ જેી ભયભીત ઈ ગયેલ સમસુદી સોરઠીયાએ અજાણ્યા વ્યક્તિને પોતાના મોબાઈલ પર સામેની વ્યક્તિને રૂ.૧૧,૧૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરી આપેલ. રકમ સામેની વ્યક્તિને ટ્રાન્સફર કર્યા બાદ ફોન કરેલ પરંતુ ફોન બંધ આવતાં અને ભોગ બનેલાં સમસુદીને વોટસએપમાં પણ બ્લોક કરી દીધેલ હતો. અને સાઈબર ક્રાઈમ કરીને વિશ્વાસઘાત અને છેતરપીંડી હતી. આ બાબતે ભોગ બનેલાં સમસુદી હાસમભાઈ સોરઠીયા એ સાયબર ક્રાઈમ વિભાગમાં ઓનલાઈન ફરીયાદ કરીને ઉના પોલીસને લેખીત અરજી આપી પોતાના સો ઓનલાઇન છેતરપિંડી કરનાર અજાણા શખ્સ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech