આગામી દિવસોમાં વધુ ગરમી પડશે તેવી હવામાન ખાતાની આગાહી: જો માવઠું થશે તો ખેડૂતોને થશે નુકશાની
જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં આજથી 3 દિવસ એટલે કે 1ર તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહીના અનુસંધાને આજ સવારથી શહેર-જિલ્લામાં વાદળો છવાયા છે જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. જો માવઠું થશે તો ફરીથી જગતના તાતને આર્થિક નુકશાની વહોરવી પડશે.
જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલે ગરમીમાં થોડો વધારો થયો છે, હજુ બે દિવસ આકરો તાપ રહેશે અને એપ્રિલ અને મે મહીનામાં અવારનવાર હીટવેવ રહેવાની આગાહી અત્યારથી જ હવામાન ખાતાએ કરી દીધી છે, આગામી દિવસોમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થશે આ સપ્તાહે સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 37.ર ડીગ્રી, લઘુતમ તાપમાન 23 ડીગ્રી, રહ્યું હતું, હવામાં ભેજ 93 ટકા અને પવનની ગતિ 30 થી 45 કિ.મી. પ્રતિકલાક રહી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં હળવા ઝાપટા પડશે, એટલું જ નહીં વાદળછાયું વાતાવરણ રહેશે. આજ સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળો છવાયા હતા, જામનગરમાં સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જો હળવા ઝાપટા પડે તો ખેડૂતોને ફરીથી આર્થિક નુકશાની વહોરવી પડશે.
આ વર્ષે ફરીથી માવઠુ થવાની શકયતા છે ત્યારે તંત્ર દ્વારા હાલ તો હિટવેવને ઘ્યાનમાં લઇને સમગ્ર ગુજરાતમાં 12 થી 4 દરમ્યાન લોકોને ઘરની બહાર ન નિકળવા તેમજ કપડામાં ભીનુ કપડુ માથે ઓઢવા અનુરોધ કર્યો છે. સતત પાણી પીતા રહેવું, ઉપરાંત નાળીયેર પાણી, શેરડીનો રસ પીવા ડોકટરોએ સલાહ આપી છે. ઉલ્ટી થાય કે ચકકર આવે તો તાત્કાલીક નજીકના દવાખાનામાં સારવાર લેવા પણ અનુરોધ કરાયો છે.
જો માવઠુ થાય તો ઉનાળું પાક, મરચા, ઘઉં, મગફળી, બાજરી, તલ સહિતના પાકોને નુકશાન થવાની પુરી શકયતા છે તેથી ખેડુતોમાં પણ ચિંતાનો ભારે માહોલ છવાઇ ગયો છે. જો માવઠું થશે તો ફરીથી જગતના તાતને આર્થિક નુકશાની વહોરવી પડશે.
સૌરાષ્ટ્રના કેટલાક શહેરોનું તાપમાન પણ 40 ડીગ્રીને પાર થઇ ગયું હતું જયારે અમરેલી, જુનાગઢ, ગીર, સોમનાથ સહિતના શહેરોમાં પણ આકરો તાપ જોવા મળ્યો હતો, બપોરે 11 થી 5 દરમ્યાન ઉનાળામાં આકરો તાપ પડે તેવો તાપ પડી રહ્યો છે, સૂર્યદેવતા કોપાયમાન થઇ ગયા છે અને હજુ ત્રણ દિવસ સુધી ગરમીમાં રાહત મળવાની કોઇ શકયતા નથી તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech