ઝારખંડમાં આજે પહેલા તબક્કામાં ૪૩ બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ સાથે વાયનાડની લોકસભા બેઠક સહિત વિવિધ રાયોમાં પેટાચૂંટણીના ભાગપે ૩૧ વિધાનસભા બેઠકો પર પણ મતદાન થવાનું છે. ઝારખંડમાં પૂર્વમુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસ, પૂર્વ સીએમ મધુ કોડાનાં પત્ની ગીતા કોડા જેવા ચર્ચાસ્પદ નેતાઓ સહિત કુલ ૬૮૩ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થશે.
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં ૧૩ નવેમ્બર અને ૨૦ નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે કુલ ૨.૬૦ કરોડ મતદારોમાંથી ૧.૩૭ કરોડ મતદારો આજે પહેલા તબક્કામાં ૪૩ બેઠકો પર મતદાન કરશે. બાકીની ૩૮ બેઠકો પર ૨૦ નવેમ્બરે મતદાન થશે. ઝારખંડમાં પહેલા તબક્કામાં આજે સૌથી વધુ છ બેઠકો પૂર્વ સિંહભૂમ જિલ્લામાં છે. ત્યાર પછી પલામુ, પશ્ચિમી સિંહભૂમ અને રાંચી જિલ્લામાં પાંચ–પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર આજે સવારે ૭ વાગ્યાથી લાંબી લાઈનો જોવા મળી રહી છે. ૯૫૦ મતદાન મથકો પર સાંજે ૪ વાગ્યે મતદાન પૂં થઈ જશે. રાયમાં ૪૩માંથી ૧૭ બેઠકો સામાન્ય, ૨૦ એસટી અને ૬ બેઠકો એસસી માટે અનામત છે.
ઝારખંડમાં નકસલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખતા ચૂંટણી પ્રક્રિયામાં કાયદો–વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે વ્યૂહાત્મક સ્થળો પર સુરક્ષા દળોની ૨૦૦થી વધુ કંપનીઓ તૈનાત કરાઈ છે. પહેલા તબક્કામાં ૭૩મહિલા સહિત ૬૮૩ ઉમેદવારો મેદાનમાં છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં આ ૪૩ બેઠકોમાંથી ૩૦ બેઠકો પર ઝારખડં મુકિત મોરચા, ૨૫ બેઠકો પર ભાજપ અને ૧૬ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. ઝારખંડમાં બુધવારે કેટલીક મહત્વપૂર્મ બેઠકોમાં સરાઈકેલા કે યાં પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ આ બેઠક પર ૨૦૦૫થી ઝામૂમોના પ્રતિનિધિ તરીકે ચૂંટાતા હતા. આ વખતે તેઓ પહેલી વખત ભાજપના ઉમેદવાર તરીકે લડશે. આ સિવાય જમશેદપુર પૂર્વમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઓડિશાના વર્તમાન રાયપાલ રઘુબર દાસનાં પુત્રવધૂ પુર્ણિમા દાસ સાહત્પ કોંગ્રેસના અજય કુમાર સામે મેદાનમાં છે. જગન્નાથપુરમાં પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાનાં પત્ની ગીતા કોડા ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના નેતા સોના રામ સિંકુ સામે લડી રહ્યા છે. દરમિયાન દેશમાં પેટા ચૂંટણીના ભાગપે વાયનાડ લોકસભા બેઠક સહિત વિવિધ રાયોમાં ૩૧ વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણીના રાજકારણમાં પદાર્પણ કરી રહ્યાં છે. આ પેટા ચૂંટણીમાં મતદાનથી કોઈપણ જગ્યાએ સરકારો પર કોઈ મોટી અસર થવાની નથી, પરંતુ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન હરિયાણામાં નિષ્ફળ ગયા હોવાથી આ પેટા ચૂંટણીઓને કોંગ્રેસ તથા ઈન્ડિયા ગઠબંધન માટે મોટા પડકાર સમાન માનવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech