અંગત પળોનો વિડીયો વાયરલનું ચકચારી પ્રકરણ સ્કુલ સંચાલક પાસેથી ખંડણીના ૩ આરોપીના શરતી જામીન મંજુર

  • May 24, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટની નામાંકિત સ્કૂલના સંચાલકની અંગત પળોનો વિડીયો વાયરલ કરી રૂ. ૨૫ લાખની ખંડણીની માંગણી કરવાના આરોપસર પકડાયેલા ત્રણ કથિત પત્રકારોને કોર્ટ દ્વારા શરતોને આધીન જામીન મુક્ત કરવામાં આવ્યા છે.

આ અંગેની હકીકત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં આવેલી નામાંકિત નિધી સ્કૂલ સંચાલકના અંગત પળોનો વિડીયો વાયરલ કરી રૂ. ૨૫ લાખની ખંડણીની માંગણી કર્યાની ક્રાઈમ બ્રાન્ચમાં યશપાલસિંહ સિંધુભા ચુડાસમાની ફરિયાદ મળતા પોલીસે છટકું ગોઠવી આરોપી આશિષ ડાભી, એજાજ અને ધર્મેશને ઝડપી લીધા હતા. અને પોલીસે ફરીયાદીની શૈક્ષણીક સંસ્થામાં સી.સી.ટી.વી. ફીટ કરનાર માણસ સહિત ચારેય સામે ગુનો દાખલ કરી જેલ હવાલે કર્યા હતા. ત્રણે આરોપીઓના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા, ત્રણેય આરોપીઓના વકીલ દ્વારા અદાલતમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા દલીલ કરાઈ હતી કે આરોપીએ આ બાબતે ફરિયાદીનો સંપર્ક કરેલ નથી, ફરિયાદીએ પોતાના બચાવ માટે ગોઠવણ કરીને ફરિયાદ ઊભી કરી હોવાના મતલબની કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીને કોર્ટે જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.

આ કેસમાં આરોપી વતી સિનિયર એડવોકેટ પીયુષ એમ. શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, નીવીદભાઈ પારેખ, નીતેશભાઈ કથીરીયા, વિજયભાઈ પટગીર,જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, હર્ષીલભાઈ શાહ, ચીરાગભાઈ શાહ, યોગેશ જાદવ, તેમજ મદદનીશમા અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિકૂમ કિહલા, રવીરાજભાઈ વાળા, રૂત્વીકભાઈ વધાસીયા, સંજભાઈ મેરાણી અને મીહીરભાઈ શાહ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application