આજકાલ પ્રતિનિધિ-ભાવનગર
ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથક ની વાહન ચોરી અને ઘરફોડ ચોરી તેમજ દાદરાનગર હવેલી નારોલી પોલીસ મથકમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં ગયેલ સોના ચાંદીના દાગીના સહીત કુલ કિં.રૂ.૧,૪૧,૬૫૦ ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ ચોરીના ગુનાઓ ભેદ ઉકેલ્યો હતો.
ભાવનગર એલ.સી.બી સ્ટાફના માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, ભાવનગર શહેરના તખતેશ્વર તળેટી રોડ, શિવદર્શન ટેનામેન્ટની સામે ખુલ્લા પ્લોટમાં એક સિલ્વર કલરના સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે ત્રણ માણસો સોના-ચાંદીનાં દાગીના સાથે ઉભેલ છે. જે તેઓ કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા નીચે જણાવેલ નામવાળા ત્રણ ઈસમો સોના-ચાંદી જેવા દાગીના તથા અન્ય સામાન સાથે હાજર મળી આવતા તેઓની પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ જણાવતા ન હોય જેથી શંકાસ્પદ મુદ્દામાલ તરીકે તપાસ અર્થે કબ્જે કરેલ. અને તેઓ ત્રણેયની પુછપરછ કરતા આ સોના ચાંદીના દાગીના આજથી આઠેક દિવસ પહેલા પોતાના સ્પલેન્ડર મોટર સાયકલ લઈ નિલમબાગ સર્કલ પાસે રોડ ઉપર આવેલ એક રહેણાંક મકાન લોખંડના ગણેશીયાથી તાળુ તોડી મકાનમાં પ્રવેશી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાનું તથા આજથી અઢીથી ત્રણેક મહીના પહેલા દાદરાનગર હવેલી નરોલી ગામમાં દિવસના સમયે એક બંધ મકાનમાંથી ચાંદીની કડલી, જુડો, સિક્કા તથા સોનાનો ચેઈન તથા સોનાની બુટ્ટી, મંગળ સુત્રની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા સમીર સલીમભાઈ ડેરૈયા (ઉ.વ.૨૫ રહે. પરિમલ પુલ પાસે, પાલીતાણા, જી. ભાવનગર), મનોજ ઉર્ફે ચીમન મહેશભાઈ ગોહેલ (ઉ.વ.૨૦ રહે. શેરી નં.૦૪, મોતી તળાવ, કુંભારવાડા ભાવનગર) અને સોહિલ સાદિકખાન રીંદ (ઉ.વ.૨૪ રહે. હાલ. કે.જી.એન. નગર, વરતેજ, ભાવનગર મુળ રહે. પ્લોટ વિસ્તાર, બુઢણા ગામ, તા.શિહોર જી.ભાવનગર)ની ધોરણસર ધરપકડ કરી ત્રણેય પાસેથી એક મીક્સ ધાતુની કળશ ઠાંકણા સાથેનો (ગરબો-દિવડો) આશરે કિ.રૂ.૧૫૦૦, એક મીક્સ ધાતુની વાટકી અને ચમચી આશરે કિ.રૂ.૫૦૦, એક ચાંદીની સોનાના ગ્લેટવાળી રજવાડી ડીજાઈનની ગળામાં પહેરવાની હાંસડી વજન ૨૫ ગ્રામ કિ.રૂ.૨૨૦૦, એક સોનાનો પટ્ટી ઘાટનો સોનાનો ચેઈન વજન ૧૪ ગ્રામ ૮૦ મીલીગ્રામ આશરે કિ.રૂ.૧,૨૫,૦૦૦ અને ઓમ ડીઝાઈનનું પેન્ડલ વજન ૯૩૦ મીલીગ્રામ કિં.રૂ.૭૨૦૦, ચાંદીના જલારામબાપા લખેલ સિક્કો તથા બીલીપત્રનું પાન કિ.રૂ.૧૪૦૦,એક પિળી ધાતુની હિરા જડીત ૠછઅગઉ ઊૠઅકઊ લખેલ લેડીઝ ઘડીયાલ કિ.રૂ.૫૦૦૦, અંગ્રેજીમાં ઈઅછછઊછઅ બ્રાન્ડના ચશ્મા કિ.રૂ.૧૦૦૦, એક ભુરા કલરનો હાથાવાળો ઉઊગઊઊછજ લખેલ પેચીયુ કિ.રૂ.૧૦૦,એક લોખંડનો નક્કર ગણેશીયો એક બાજુ ધારવાળો કિ.રૂ.૫૦ તેમજ હિરો હિન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦મળી કુલ કિંમત રૂ.૧,૪૧,૬૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકના ગુ.ર.નં.૦૧૪૪/૨૦૨૪ ઇ.પી.કો.કલમ:-૩૭૯ મુજબ, નિલમબાગ પોલીસ મથકના ગુ.ર.નં.૦૬૬૨/૨૦૨૫ બી.એન.એસ કલમ:-૩૦૫(એ), ૩૩૧ (૪) મુજબ અને દાદરાનગર હવેલી, નારોલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ:-૩૦૫ મુજબના ગુન્હા નોંધાયા હતા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઈ ખુમાણ, બાવકુદાન કુંચાલા, જયદિપસિંહ ગોહીલ, માનદિપસિંહ ગોહીલ, એઝાખખાન પઠાણ, કેવલભાઈ સાંગા તેમજ પ્રજ્ઞેશભાઈ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMટ્રમ્પના 25 ટકા ટેરિફ લગાવવા છતાં ભારતમાં બનેલા iPhones યુએસમાં સસ્તા પડશે
May 24, 2025 03:56 PMપિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલી યુવતિએ દવા પી લેતા મોત નિપજ્યુ
May 24, 2025 03:27 PMસંસ્કાર મંડળ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત
May 24, 2025 03:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech