ખાડાઓના કારણે કેટલાય વાહન ચાલકોના હાડકા ભાંગી રહેલા અને વર્લ્ડ બેંકના ફંડમાંથી નિર્માણ થયેલા હાઇ-વે પર ખાડાઓની હારમાળા ઉમરાળા તાલુકા માંથી પસાર થતો અમરેલી-અમદાવાદ રોડ બિસ્માર હાલતમાં કેટલાય વાહન ચાલકોના હાડકા ભાંગી રહ્યો છે.
ઉમરાળા તાલુકાના રંઘોળા ચોકડી થી વલભીપુર સુધી રોડ નવિનીકરણ કરવામાં તંત્ર લાપરવાહ ધોરી માર્ગમાં મોટા ખાડાઓ અને ડામરની સપાટી મગરની ખાલ જેવી બની ગઇ, ખાડા પૂરાતા નથી રંઘોળા વલ્લભીપુર ધોરી માર્ગ લકવાગ્રસ્ત બન્યા છે જેની મરામત અને નવિનીકરણ કરવા ઉગ્ર માગણી ઉઠવા પામેલ છે રંઘોળા થી વલ્લભીપુર જવાનો ધોરીમાર્ગ લકવાગ્રસ્ત બન્યો છે ધોરી માર્ગમાં મોટા ખાડાઓ અને ડામરની સપાટી મગરની ખાલ જેવી બની ગઈ છે આ ધોરી માર્ગ ઉપરથી આગેવાનો,અધિકારીઓ વહિવટી તંત્રના વડાઓ,પ્રજાના પ્રતિનિધિઓ પસાર થતા હશે તેમ છતાં તેમને આ ધોરી માર્ગ જોઈને દયા આવતી નહિ હોય ખાડાઓ અને ડામરની સપાટી મગરની ખાલ જેવી થઈ ગઈ છે કોઈ ખાડા પુરાવતુ નથી કે પૂરતું નથી આ ગંભીર બાબતે સત્તાતંત્રની ઉદાસીનતા લોકોમાં ટીકાને પાત્ર બનેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech