બુધવારે આખો દિવસ ભઠા શેક જેવી ગરમી અને બફારામા લોકો હેરાન પરેશાન થયા પછી સાંજથી વાતાવરણમાં એકાએક જોરદાર પલટો આવ્યો હતો અને તોફાની પવન– મેઘ ગર્જના સાથે રાયના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડો હતો. સામાન્ય ઝાપટાંથી બે ઈચ સુધી વરસાદ પડો હતો. પરંતુ આજે સવારથી ફરી ગરમી શ થઈ ગઈ છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં વલસાડ ખાતે ત્રણ દિવસ માટે સિવિયર હીટ વેવનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે જયારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને સૌરાષ્ટ્ર્ર કચ્છમાં પોરબંદર ભાવનગર અને કચ્છ માટે ત્રણ દિવસ હિટ વેવનું યલો એલર્ટ જાહેર કયુ છે.
ગઈકાલે પોરબંદરમાં મહત્તમ તાપમાન ૩૯.૫ ડિગ્રી હતું જે અત્યારના સરેરાશ તાપમાનની સરખામણીએ ૫.૭ ડિગ્રી વધુ હતું. કંડલામાં ગઈકાલે ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે સરેરાશ કરતા ૪.૭ ડીગ્રી વધારે હતું. સુરતમાં ગઈકાલે ટીન કરતા ૪.૪ ડીગ્રી વધુ તાપમાન હતું.વલસાડમાં બુધવારે મહત્તમ તાપમાન ૩૮.૪ ડિગ્રી હતું જે ટીન કરતાં ૩.૯ ડિગ્રી વધારે હતું. આ ઉપરાંત વલસાડમાં ત્રણ દિવસ માટે સિવિયર હિટ વેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથો સાથ ભેજનું પ્રમાણ પણ વધી ગયું હોવાથી બેચેની અને અકળામણ વધી ગઈ છે. આજે સવારે ભુજમાં ૭૨ દ્રારકામાં ૮૫ ઓખામાં ૮૭ પોરબંદરમાં ૬૯ અને સુરતમાં ૭૦% ભેજ નોંધાયો છે. રાયના ૧૦ શહેરોમાં બુધવારે મહત્તમ તાપમાન ૪૧ થી ૪૩.૭ ડિગ્રી નોંધાયું છે.
સૌથી ઐંચું તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૩.૭ અને ત્યાર પછી બીજા ક્રમે રાજકોટમાં ૪૩.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં ૪૨ વડોદરામાં ૪૧.૪ ભાવનગરમાં ૪૦.૬ ભુજમાં ૪૨.૧ છોટાઉદેપુરમાં ૪૧.૪ ડાંગમાં ૪૧.૬ ડીસામાં ૪૧.૭ કંડલામાં ૪૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech