ગુજરાત સરકાર દ્વારા ગામડાઓમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. આ સ્પર્ધામાં 5000થી વધુ વસ્તી ધરાવતા ગામોને સોલાર રૂફટોપ લગાવીને 1 કરોડ રૂપિયાનું ઇનામ જીતવાની તક મળશે. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓના 244 ગામો વચ્ચે પ્રતિસ્પર્ધા થશે, જેમાં રાજકોટ જિલ્લાના 27 ગામોનો પણ સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'પીએમ સૂર્યઘર યોજના' અને સોલાર રૂફટોપ યોજનાના અમલીકરણમાં ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ સ્થાને છે. રાજ્યએ સોલાર રૂફટોપ દ્વારા 5000 મેગાવોટથી વધુની પ્રોડક્શન ક્ષમતા પ્રાપ્ત કરીને ગ્રીન એનર્જી ક્ષેત્રે અન્ય રાજ્યોને પણ પ્રેરણા પૂરી પાડી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાને ગામડાઓ સુધી પહોંચાડવા માટે આ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે.
પીજીવીસીએલના ચીફ એન્જિનિયર આર.જે. વાળાએ આ સ્પર્ધા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, "આ સ્પર્ધા 1 એપ્રિલ, 2025થી શરૂ થઈ છે અને 30 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલશે. આ છ મહિના દરમિયાન દરેક ગામમાં વધુમાં વધુ લોકો સોલાર રૂફટોપ લગાવે તે માટે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. દરેક જિલ્લામાં સૌથી વધુ રૂફટોપ લગાવીને સૌથી વધુ સૌર ઉર્જા ઉત્પન્ન કરનાર ગામને કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે."
આ સ્પર્ધામાં રાજકોટ જિલ્લાના 27 ગામો સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓના 244 ગામો ભાગ લઈ રહ્યા છે. આ ગામોમાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેનું નેતૃત્વ ગ્રામ પંચાયત કરશે. પીજીવીસીએલની ટીમ દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
છ મહિનાના અંતે દરેક જિલ્લામાં સૌથી વધુ સોલાર ક્ષમતા ધરાવતા ગામને મોડેલ વિલેજ તરીકે પસંદ કરવામાં આવશે. ત્યારબાદ, એમએનઆરઇની માર્ગદર્શિકા અનુસાર, સોલાર સંબંધિત વધુ કામગીરી કરવામાં આવશે, જેમાં સરકારી કચેરીઓમાં રૂફટોપ લગાવવા, કૃષિ માટે સોલાર પંપ, કોમ્યુનિટી હોલ માટે સોલાર અને લાઈવલીહુડ સોલાર એક્ટિવિટીનો સમાવેશ થાય છે.
આ સ્પર્ધાના સફળ અમલીકરણ દ્વારા, ગુજરાતમાં માત્ર શહેરો જ નહીં, પરંતુ ગામડાઓ પણ સોલાર રૂફટોપ દ્વારા ગ્રીન એનર્જી ઉત્પાદનમાં અગ્રેસર બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનીલમબાગ અને દાદરાનગર હવેલી-નારોલીની વાહન તેમજ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા
May 24, 2025 02:48 PMબોખીરાની આવાસ યોજનામાં સ્ટ્રીટલાઇટના અભાવે મહિલાઓ અને યુવતીઓ રાત્રે અસુરક્ષિત
May 24, 2025 02:46 PMશહેરની વિરભદ્ર સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
May 24, 2025 02:45 PMસાયબર ક્રાઇમના ગુન્હામાં હિરલબા અને તેનો સાગરીત થયા જેલહવાલે
May 24, 2025 02:44 PMરાજકોટ-મુંબઈ-રાજકોટ સુપરફાસ્ટ તેજસ ટ્રેન જૂન સુધી લંબાવાઇ
May 24, 2025 02:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech