બોખીરાની આવાસ યોજનામાં સ્ટ્રીટલાઇટના અભાવે મહિલાઓ અને યુવતીઓ રાત્રે અસુરક્ષિત

  • May 24, 2025 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના બોખીરામાં આવેલી આવાસ યોજનામાં સ્ટ્રીટલાઈટ નહી હોવાથી મહિલાઓ અને યુવતીઓ અસલામત છે અને આ મુદ્દે ભાજપના જિલ્લા પ્રમુખને પણ જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી પગલાં લેવાયા નથી.
સરકાર દ્વારા બી.એસ.યુ.પી આવાસ યોજનાના મકાનોની ફાળવણી પ્રક્રિયા પુર્ણ થઈ ગઈ છે ૫ વર્ષ થી વધુ સમય લાંબી ચાલેલી આ પ્રક્રિયા દરમ્યાન પોરબંદર મહાનગરપાલિકાના શાસકો ત્યાંની પાયાની સુવિધાની જાળવણી કરવાનું જ વિસરી ગયા હોય તેવું લાગી રહ્યું છે.આમ તો આવાસ યોજનામાં સીડીની રેલિંગ જેવી પાયાની સુવિધા નથી.ચોતરફ ગંદકીવાડો ખદબદે છે,સ્થાનિક રહેવાસીઓ વારંવાર ફરીયાદ કરતા હોવા છતાં તંત્રનો વાળ પણ વાંકો થતો હોય તેવું જણાતું નથી.
આવાસ યોજનામાં તાજેતરમાં જ એક બાળક ગુમ થયેલ અને બીજે દિવસે કેનાલમાંથી તેની લાશ મળી આવેલ હોવા છતાં તંત્ર હજુ ઘોર નિંદ્રામાં જ સુતું છે.
આવાસ યોજનાની એક પણ સ્ટ્રીટલાઈટ છેલ્લા દોઢ વર્ષથી ચાલુ નથી પોરબંદર નગરપાલિકાના છેલ્લા પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ  ચેતનાબેન તિવારી પોતે મહિલા હોવાને નાતે મહિલાઓની સમસ્યા સમજી શકે એ આશયથી સ્થાનિક મહિલાઓએ ચેતનાબેનને  પણ વારંવાર ફરીયાદ કરતા જણાવ્યું હતું કે અહીંયા દા‚ પીધેલીયાઓ ફરતા હોય છે અમારે અચાનક બહાર જવાનું થાય તો અમે સાંજે ૭:૦૦ વાગ્યા પછી બહાર નથી નીકળી શકતા દા‚ડિયાઓ અમારી છેડતી કરે છે અમે અમારા ઘર આંગણે જ અસુરક્ષિત છીએ પરંતુ દરેક વખતે થઈ જશેની સાંત્વના પાઠવવામાં આવેલ.
હાલમાં પણ રાત્રે ૮:૦૦ વાગ્યા બાદ દા‚ડિયાઓ દા‚ પી ને અંધારાનો લાભ લઇ  આવાસમાં ફરે છે મન ફાવે તેવું વર્તન કરે છે બહેનો દીકરીઓ ઘરમાં પુરાઈને રહે છે. ત્યારે અહીંયા સંપુર્ણ આવાસ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટની ખાસ જરૂરીયાત જણાઈ રહી છે.આવાસવાસીઓએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતુ કે,અમને તો લાગી રહ્યું છે કે અમે પોરબંદરના એવા દવલા સંતાનો છીએ કે જન્મ આપીને માતાપિતાએ બિનવારસી તરીકે ઉકરડામાં નાખી દીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application