રાજકોટ-મુંબઈ-રાજકોટ સુપરફાસ્ટ તેજસ ટ્રેન જૂન સુધી લંબાવાઇ

  • May 24, 2025 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વિશેષ ભાડા પર ચાલી રહેલી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અગાઉ આ ટ્રેન ત્રિ-સાપ્તાહિક હતી, તેને હવે દ્વિ-સાપ્તાહિક કરવામાં આવી છે.જેમાં ટ્રેન નંબર 09006/ 09005 રાજકોટ - મુંબઈ સેન્ટ્રલ તેજસ સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ [18 ફેરા] પૈકી ટ્રેન નંબર 09006 રાજકોટ- મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દર ગુરુવાર અને શનિવારે રાજકોટથી 18.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 31 મે થી 28 જૂન, 2025 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09005 મુંબઈ સેન્ટ્રલ- રાજકોટ સ્પેશિયલ દર બુધવાર અને શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી 23.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 11.45 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 30 મે થી 27 જૂન, 2025 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ છે. ટ્રેન નંબર 09006 અને 09005 માટેનું બુકિંગ કાલે તા. 25.05.25થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.


ભક્તિનગર સ્ટેશને પોરબંદર એક્સપ્રેસ, વેરાવળ લોકલનો સ્ટોપેજ સમય વધારાયો

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભક્તિનગર સ્ટેશન ઉપર થઇને આવન જાવન કરતી પોરબંદર એક્સપ્રેસ અને વેરાવળ ની લોકલ એમ 4 ટ્રેનોના સ્ટોપેજના સમયને 30.05.25થી લઈને આગામી સૂચના સુધી વધારવામાં આવ્યો છે.

જેમાં ટ્રેન સંખ્યા 19571 રાજકોટ- પોરબંદર એક્સપ્રેસ ભક્તિનગર સ્ટેશન પર 07:37 વાગ્યે આવશે અને 07:39 વાગ્યે ઉપડશે. આજ ટ્રેન વળતા ટ્રેન સંખ્યા 19208 પોરબંદર- રાજકોટ એક્સપ્રેસ ભક્તિનગર સ્ટેશન પર 16:25 વાગ્યે આવશે અને 16:27 વાગ્યે ઉપડશે.

તેમજ ટ્રેન સંખ્યા 59423 રાજકોટ- વેરાવળ લોકલ ભક્તિનગર સ્ટેશન પર 08:12 વાગ્યે આવશે અને 08:14 વાગ્યે ઉપડશે. આ ઉપરાંત ટ્રેન નંબર 59421 રાજકોટ- વેરાવળ લોકલ ભક્તિનગર સ્ટેશન પર 18:32 વાગ્યે આવશે અને 18:34 વાગ્યે ઉપડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application