કાશ્મીર ખીણમાં ચોમાસું સક્રિય થવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ચોથા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. ખીણના મોટા ભાગના ઉપરના વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ હિમવર્ષા ચાલુ રહી હતી. વરસાદ અને હિમવર્ષાના કારણે મોટા ભાગના સ્થળોએ તાપમાનનો પારો સામાન્ય કરતા કેટલાક ડિગ્રી નીચે ગયો છે. સપ્ટેમ્બરના પ્રથમ સાહમાં પણ હવામાનની પેટર્ન સમાન રહેવાની શકયતા છે.
ખીણમાં ચોમાસાની વધુ અસર થવાની સંભાવના છે. સતત વરસાદને કારણે રાજાૈરી અને પૂંચમાં પણ બે અકસ્માતો થયા હતા. કાટમાળ પડવાને કારણે કેટલીક જગ્યાએ વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. ગુવારથી, ખીણમાં હવામાનની પેટર્ન વધુ ગંભીર બની હતી. ગુલમર્ગના અફ્રાવત અને સોનમર્ગના થજવાસ ટેકરી સહિત ખીણના ઘણા ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા શ થઈ હતી.
શુક્રવારે આ વિસ્તારોમાં આખો દિવસ હળવી હિમવર્ષા તૂટક તૂટક ચાલુ રહી હતી. ઐંચા પર્વતીય વિસ્તારોમાં આ સિઝનની આ પહેલી હિમવર્ષા છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાં પણ દિવસભર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બે દિવસ સુધી હિમવર્ષા ચાલુ રહેતાં તાપમાનમાં વધુ ઘટાડો થયો હતો. ઠંડી વધુ તીવ્ર બની હતી. મોટાભાગના લોકો ગરમ વક્રોમાં જોવા મળ્યા હતા.
શ્રીનગરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૮.૬ ડિગ્રી ઓછું નોંધાયું હતું. સતત વરસાદને કારણે ખીણની નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું છે. સંબંધિત અધિકારીઓએ કહ્યું કે પૂરનો કોઈ ખતરો નથી. હવામાન વિભાગના ડાયરેકટર ડો.મુખ્તારે જણાવ્યું હતું કે ખીણમાં હવામાનની પેટર્ન ૭ સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે. ચોથી અને પાંચમી સપ્ટેમ્બરે ચોમાસાની અસર વધુ જોવા મળશે. આ બે દિવસમાં સારો વરસાદ થવાની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech