ગોંડલના ખેડૂત સામે મોણપરના શખસે છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી કહ્યું કે પૈસા કે જમીન લેવા આવશો તો આ બંદુક સગી નહીં થાય તેમ કહી ધમકી આપી હતી. ખેડૂતે ભોજરાજપરામાં આવેલું મકાન વેચવા માટે બોર્ડ લગાવ્યું હોય જેના થકી આરોપીઓએ તેમનો સંપર્ક કરી તેમને ફસાવી રૂ.૫૦ લાખ પડાવી લીધા હતાં.જે અંગે ચાર શખસો સામે ફરિયાદ નોંધવવામાં આવી છે.
ગોંડલમાં તક્ષશિલા સોસાયટીમાં રહેતા મહેશ છગનભાઈ કોટડીયા (ઉ.વ ૬૦) નામના ખેડૂતે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વીરપુરના કરણ ઠુંગા, જુનાગઢના દિવ્યેશ ભીમશીભાઈ બારડ, મોણપરના પ્રતાપ જીલુભાઇ ધાધલ અને સુરતના અમરોલીમાં રહેતા રૂપેશ સનતકુમાર નાંઢાના નામ આપ્યા છે.
આ પાર્ટીને એક વીઘાના 28 લાખમાં આપણે આપી દઈશું
ખેડૂતે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પત્નીના નામનું 66 વાર નું મકાન ભોજરાજપરામાં આવેલું છે જે મકાન વેચવાનું હોય જેથી મકાન પર બોર્ડ લગાવ્યું હતું. જે વાંચીને કરણ ઢુંગાએ સંપર્ક કર્યો હતો અને બાદમાં આ કરણ તથા દિવ્યેશ ખેડૂત પાસે આવ્યા હતા અને વાત કરી હતી કે, મારી પાસે એક પાર્ટી છે અને તે પાર્ટીને મોણપર ગામે પ્રતાપ જીલુભાઇ ધાધલની જમીન છે ત્યાં સુરતના રૂપેશ નાંઢાને કાંકરીનો ભરડિયો બનાવવાનો છે. બાદમાં દિવ્યશે ફરિયાદીને કહ્યું હતું કે આપણે પ્રતાપભાઈ મોણપરાવાળી 25 વીઘા જમીન જે એક વીઘા આપણે રૂપિયા 20 લાખમાં એમ કુલ રૂપિયા પાંચ કરોડ પુરામાં લઈએ અને આ પાર્ટીને એક વીઘાના 28 લાખમાં આપણે આપી દઈશું જે જમીનમાં એક વીઘામાં રૂપિયા 8 લાખ પૂરા જે ઉપરના મળશે તે હું રાખીશ અને તમારા મકાનની કિંમત રૂપિયા 1.20 કરોડ પુરા થાય તે હું તમને આપીશ અને આ રૂપેશભાઈ પટેલની જમીન હોય તો જ લેવાની છે તેમ કહ્યું હોય જેથી જમીન તમારી છે તેમ કહેજો.
હું તમને બાના પેટે રૂ. 4 કરોડ પુરા આપીશ
બાદમાં ફરિયાદી તથા તેમનો પુત્ર લખન અને દિવ્યેશ બધા જેતપુર તાલુકાના મોણપરમાં આવેલી પ્રતાપભાઈની વાડીએ ગત તા. 21/1/ 2023 ના ગયા હતા. જ્યાં પ્રતાપભાઈ સાથે વાત કરતા એક વીઘા જમીનના રૂપિયા 20 લાખ એમ 25 વીઘાની રૂપિયા પાંચ કરોડ પુરામાં રાખીએ છીએ તેવી વાત કરતા પ્રતાપે કહ્યું હતું કે, આવડી મોટી રકમમાં જમીન લો છો તો સુથી પેટે બે કરોડ આપવા પડશે. જેથી ફરિયાદીએ દિવ્યેશભાઈ સાથે વાત કરી હતી કે પ્રતાપભાઈ તો બાનાખતમાં વધારે રકમ માંગે છે આપણે તો અઢી લાખની વાત થઈ હતી જેથી તેણે કહ્યું હતું કે તમે અઢી લાખ આપી દો સુરતવાળા રૂપેશભાઈનો નંબર આપ્યો છે તેની સાથે વાત કરી લો બાદમાં આ રૂપેશભાઈ સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે ગોંડલ ખાતે નાની બજારમાં આવેલી પીએમ આંગડિયામાં અઢી લાખ પુરાનો આંગડીયુ મોકલવાની વાત કરી હતી તેમજ કહ્યું હતું કે, હું જ્યારે ગોંડલ આવું ત્યારે મને સાટાખાત કરી આપશો ત્યારે હું તમને બાના પેટે રૂ. 4 કરોડ પુરા આપીશ બાદમાં આ રકમ ઉપાડી પ્રતાપભાઈને આપી હતી અને પ્રતાપભાઈ સાથે વાત થઈ હતી કે અમે તમને એક કરોડ રૂપિયા આપશું જ્યારે તમે અમને નોટિસ અટાગત કરી આપશો જેની ત્રણ મહિનાની મુદત રહેશે.
વાત કરતા ફરિયાદીએ પ્રતાપભાઈને રૂપિયા 50 લાખ આપ્યા હતા
જે બાદ તારીખ 27/11/2023 ના પ્રતાપ ધાંધલ દિવ્યેશ, કરણ બધા આવ્યા હતા અને દિવસે વાત કરી હતી કે પ્રતાપભાઈ સાટાખત થઈ જાય પછી તમારે રૂપેશભાઈને સાટાખત કરી આપવાનું છે અને આ એક કલાક માટે આપણે બંને રૂપિયા એક કરોડ રોકવાના છે બાદ સુરત વાળા પૈસા આપશે અને આ પૈસા તથા તમારા મકાનના પૈસા તમને મળી જશે તેવી વાત કરતા ફરિયાદીએ પ્રતાપભાઈને રૂપિયા 50 લાખ આપ્યા હતા.
હું સુરત પૈસા લેવા માટે જાવ છું કાલે આવું છું
બાદમાં સુરતના રૂપેશના નામનું સાટખત કરવાનું હોય દિવ્યેશે કહ્યું હતું કે, હું સુરતની પાર્ટીને તમારા ઘરે લઈને આવીશ બાદમાં આ રૂપેશ અહીં આવી 4 કરોડ પુરા રાજકોટ આંગડીયામાં આવે છે અને બપોરના પરત આપીશ તેવી વાત કરી હતી. ત્યારબાદ તે રાજકોટ જતા રહ્યા હતા પરંતુ પૈસા ન આવતા ફોન કરતા કહ્યું હતું કે, રાજકોટમાં આંગડિયામાં પૈસા નથી અને કમિશન વધારે માંગે છે હું સુરત પૈસા લેવા માટે જાવ છું કાલે આવું છું અને આવીને સાટાખતમાં સહી કરી આપીશ બાદમાં ફરિયાદીએ આંગડીયા પેઢીમાં તપાસ કરતા આ બાબત ખોટી હોવાનું જણાય આવ્યું હતું.
બંદૂકમાંથી છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું
ત્યારબાદ ફરિયાદી મોણપર ગામે જઈ પ્રતાપભાઈને મળ્યા હતા અને વાત કરી હતી કે, અમારી સાથે કોઈ રમત થાય છે અને ચીટીંગ થયું છે અમારે આ સોદો રદ કરવો છે તમે અમારા 50 લાખ પરત આપો જેથી પ્રતાપે કહ્યું હતું કે, પૈસા કાંઈ નહિ મળે અને તમે જે આપણે સાટાખત થયેલ છે તે મુજબ ચાલુ અને મકાનની ચાવી આપી દો. જે બાદ પ્રતાપે તેની બંદૂકમાંથી છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. જેથી ખેડૂતે કહ્યું હતું કે કેમ ફોડો છો તો આ પ્રતાપે કહ્યું હતું કે અહીં દીપડા આવે છે જેથી અહીં આવે નહિ એટલે. જો તમે પૈસા કે જમીન લેવા આવશો તો આ બંદૂક તમારી સગી નહીં થાય તમારી ઉપર પણ ફૂટશે તેમ કહેતા ડર લાગતા ફરિયાદી અહીંથી જતા રહ્યા હતા ત્યારબાદ અન્ય આરોપી યેનકેન પ્રકારે બહાના આપતા હોય જેથી ખેડૂતને આ તમામ શખસોએ મળી ગુનોહિત કાવતરૂ રચી તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું માલુમ પડતા તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech