ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા પિતા પુત્ર બપોરે ખેતર ગયા હોય ફેન્સીંગમાં વિજ કરંટ આવતો હોય પિતાને કરંટ નો જોરદાર જટકો લાગતા તેનું મોત નિપજ્યું હતુ. પિતાને બચાવવા દોડેલા પુત્રને પણ વિજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત બનતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ હડમતાળા રહેતા ઇલયાઝભાઈ ઓસમાણભાઈ પતાણી ઉ.૪૮ અને તેમના પુત્ર અનિસભાઈ ઉ. ૨૨ સો બપોરના ૨ વાગ્યા પછી ધરેી જમીને હડમતાળાની સીમમાં રણદેવી વિસ્તારમા આવેલી વાડીએ ખેતી કામ માટે જતા હતા તે દરમ્યાન વાડીના શેઢા પાસે પીજીવીસીએલનો ૧૧ કે.વી. ચાલુ વીજ વાયર વાડી ફરતે કરેલ વાયર ની ફેનસિંગ પર પડતા આખા ખેતરમાં કરંટ આવતા વાડી માં પ્રવેશ કરી રહેલા ઇલયાઝભાઈને વીજ કરંટ લાગતા ઘટના સ્ળે મોત નીપજ્યું હતું. જ્યારે ઇલયાઝભાઈ નો પુત્ર અનિસ પિતાને છોડાવા જતા તેને ને વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત તા સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઇલયાઝભાઈના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઇલયાઝભાઈના નાના ભાઈ અનવરભાઈએ પીજીવીસીએલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેઓ જણાવ્યું હતું કે આ બનાવ પહેલા પીજીવીસીએલ તંત્રને અનેક વાર મૌખિક રજુઆત કરી હતી કે વીજ તાર ઢીલા છે. તેને સરખા કરવા રજુઆત કરી હતી. પીજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.મૃતક ઇલયાઝભાઈને પરિવારમાં બે દીકરાઓ છે. ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech