પર્યાવરણ પ્રેમી દ્વારા તમામ બચ્ચાઓને રેસક્યુ કરી લઈ જામનગરના લાખોટા તળાવમાં તરતા મૂકી દીધા
જામનગરમાં વાલકેશ્વરીનગરી વિસ્તારમાં આવેલા સી.એ. હાઉસ નામના બિલ્ડીંગની અગાસી પરથી આજે સવારે નકટો પ્રજાતિના બતકના નાના નાના આઠ જેટલા બચ્ચાઓ મળી આવ્યા હતા. જે અંગેની બિલ્ડિંગ ના રહેવાસીઓને જાણ થતાં તુરતજ પર્યાવરણ પ્રેમીને બોલાવી લીધા હતા. જેણે એક બાસ્કેટમાં તમામ બતકના બચ્ચાઓનો રેસક્યુ કરી લીધા હતા, ત્યારબાદ તેને જામનગરના લાખોટા તળાવ માં લઈ જવાયા હતા, અને પાણીમાં તરતા મૂકી દેવામાં આવ્યા છે.
જામનગરના જ લાખોટા તળાવમાં અનેક પ્રકારના પક્ષીઓ આવે છે. જે પૈકીના નકટો પ્રજાતિના બતકે ઉપરોક્ત બિલ્ડીંગની અગાસીમાં બચ્ચાને જન્મ આપ્યો હશે, તેમ માનીને તમામ બચ્ચાંઓનું રેસ્ક્યુ કરી લીધું હતું, અને માત્ર પાણીમાં જ રહી શકે તેમ હોવાના કારણે તેને તળાવમાં તરતા મૂકી દેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોત માત્ર વેત છેટું હતું, ટીએમસી નેતાએ વર્ણવ્યો ફ્લાઇટના ઈમરજન્સી લેન્ડિંગનો અનુભવ
May 22, 2025 11:14 AMબરડામાં સિંહોનું નવું ઘર વસાવાની સરકારની કામગીરી પ્રશંસનીય: પરિમલ નથવાણી
May 22, 2025 11:09 AMયુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના સ્ટેટમેન્ટથી ગ્રીનકાર્ડ ધરાવતા ભારતીયો પર ખતરો મંડરાયો
May 22, 2025 11:07 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech