દિલ્હીમાં ભારે વરસાદ, તોફાની પવનના કારણે 9 લોકોના મોત, 11 ફ્લાઈટ ડાયવર્ટ, 50થી વધુ ફ્લાઈટ મોડી

  • May 22, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં બુધવારે રાત્રે હવામાન અચાનક બદલાઈ ગયું છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. તેમજ ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે તેમજ વાવાઝોડાને કારણે વૃક્ષો, હોર્ડિંગ્સ અને બોર્ડ પડી ગયા હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. દિલ્હીમાં ભારે વરસાદ અને તોફાની પવનને લીધે નવ લોકોના મોત નીપજ્યા છે.


દિલ્હીના સફદરજંગમાં 79 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ગાઝિયાબાદમાં જોરદાર વાવાઝોડા પછી વરસાદ પડ્યો. જ્યારે ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. બાગપતમાં પણ ભારે વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડ્યા. એનસીઆરમાં અડધો ડઝન લોકોનાં મોત થયાં. આ અકસ્માતોમાં દિલ્હીમાં બે, ગાઝિયાબાદમાં ત્રણ અને નોઈડામાં બે લોકોના મોત થયા છે.


વાવાઝોડાને કારણે દિલ્હી એરપોર્ટ પર વિમાનોનું લેન્ડીંગ મુશ્કેલ બન્યું. આ સમયગાળા દરમિયાન, 11 ફ્લાઇટ્સ જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમજ 50 ફ્લાઇટ્સ મોડી પડી હતી. દિલ્હી ડિવિઝનમાં વાયર તૂટવા અને વૃક્ષો પડવાને કારણે 14 ટ્રેનો પ્રભાવિત થઈ હતી. દિલ્હી-હાવડા સેક્શન પર 30 કિલોમીટરની ઝડપે ટ્રેનો દોડાવવામાં આવી હતી. તોફાનને કારણે દિલ્હી-એનસીઆરમાં ઘણી જગ્યાએ મેટ્રો પણ રોકવી પડી.


દિલ્હીમાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે વીજળીનો થાંભલો પડી જવાથી એક દિવ્યાંગ વ્યક્તિનું મોત થયું છે, વાવાઝોડાના કારણે ઝાડ પડી જતા તેના નીચે દબાઈને ત્રણ વ્યક્તિના મોત થયું છે, વરસાદમાં દીવાલ ધરાશાયી થતા તેની નીચે દબાઈને ત્રણ લોકોના મોત, વરસાદ દરમિયાન વીજળી પડવાથી ગભરાઈને એક મહિલા ગટરમાં પડી જતા મોત, રેલીંગ માથે પડવાથી એક વૃધ્ધાનું મોત નીપજ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News