બરડામાં સિંહોનું નવું ઘર વસાવાની સરકારની કામગીરી પ્રશંસનીય: પરિમલ નથવાણી

  • May 22, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સિંહની સંખ્યામાં થયેલા વધારા માટે વડાપ્રધાનના દુરંદેશીપૂર્ણ ભૂમિકા


રાજ્ય સરકાર દ્વરા યોજવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી અંદાજમાં આંકડાઓમાં સિંહોની સંખ્યા ૮૯૧ ની થઇ છે, જેમાં ૧૯૬ નર, ૩૩૦ માદા તથા પાઠડા અને બાળસિંહ મળીને કુલ ૮૯૧ સિંહોની સંખ્યાના આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ બરડામાં સિંહોનું નવું ઘર વસાવવાની સરકારની કામગીરીની પ્રશંસા કરી છે અને ગુજરાતમાં સિંહની સંખ્યામાં થયેલા વધારા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશીપૂર્ણ ભૂમિકા કારણભૂત હોવાનું જણાવ્યું છે.

આપણાં સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે કે માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃધ્ધિ જોવા મળી રહી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસતિ ગણતરીમાં સિંહોની સંખ્યા ૮૯૧એ પહોંચી છે. પહેલાં સિંહ માત્ર સાસણ ગીર, જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા હતા પરંતુ હવે તેમનો વિસ્તાર ખૂબ જ વધ્યો છે અને અમરેલી, જાફરાબાદ, દીવ અને પીપાવાવ પોર્ટ સુધી પહોંચ્યા છે. વધુમાં, પહેલાં માત્ર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહ હવે દરીયાકિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે. 

ગુજરાતમાં સિંહની સંખ્યામાં થયેલા વધારા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંવર્ધન પ્રયાસોની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયન ડોક્યુમેન્ટ લાયન @ ૪૭ : વિઝન ફોર અમૃતકાળમાં જુદા-જુદા ૨૧ લાયન કોરીડોરની ઓળખ કરીને સિંહોની વધતી જતી વસતિના વ્યવસ્થાપન અને તેની સુરક્ષા સહિતના મુદ્દાઓને કારણે ભવિષ્યમાં પણ ગુજરાતમાં સિંહોની વસતિ ખૂબ જ વધશે તેવી આશા છે.

બરડાના જંગલોમાં સિંહોને વસાવીને તેમના માટે નવું ઘર ઊભું કરવાની સરકારની કામગીરી પણ પ્રશંસનીય છે, તેમ રાજ્યસભાના સાંસદ અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય છે; આ ઉપરાંત તેઓ પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન અંગેની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય પરિમલભાઇ નથવાણીએ સિંહની વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા બાદ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application