ભારતીય રેલવે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ બનાવી રહી છે, જેનું નામ ચેનાબ બ્રિજ છે બ્રિજનું બાંધકામ તેના અંતિમ તબક્કામાં છે. આ બ્રિજ આ વર્ષે ખુલ્લો મુકાશે, ત્યારબાદ વાદળો વચ્ચે લોકો ટ્રેનમાં મુસાફરી કરી શકશે ચિનાબ બ્રિજ એ એન્જિનિયરિંગની અદભૂત સિદ્ધિ છે કારણ કે તે ખૂબ જ ઊંચાઈએ આવેલા બે પર્વતોને જોડે છે. તેના દ્વારા જમ્મુ અને કાશ્મીરને રેલ દ્વારા દેશના બાકીના ભાગો સાથે જોડવામાં આવશે.
બ્રિજ બનાવવા માટે 93 ડેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડેક ધીમે ધીમે પુલના બંને ભાગોમાંથી સ્ટીલની કમાનો પર ફીટ કરવામાં આવે છે. ડેક તે વસ્તુ કહેવાય છે જે પુલની ટોચ પર નાખવામાં આવે છે, જેથી તેના પર પાટા બિછાવી શકાય.
ચિનાબ બ્રિજ 17 સ્પાન્સનો બનેલો છે અને કમાનની લંબાઈ 467 મીટર છે, જે સૌથી લાંબો માનવામાં આવે છે. રેલવેના જણાવ્યા અનુસાર, સૌથી મહત્વપૂર્ણ કામ 467 મીટર લાંબા કમાન સ્પાનને જોડવાનું હતું. આ કાર્યમાં ઘણી ચોકસાઈની જરૂર હતી, જેથી કમાનના બંને છેડા કોઈપણ ખલેલ વિના જોડી શકાય.
આ ચિનાબ પુલ પર ભૂકંપ પણ બિનઅસરકારક રહેશે, ના તો વિસ્ફોટોથી તેની અસર થશે. ચિનાબ બ્રિજ બ્લાસ્ટ પ્રૂફ છે. 120 વર્ષ સુધી આ પુલનું કંઈ થવાનું નથી. આવી સ્થિતિમાં, લોકો એક સદીથી વધુ સમય સુધી વાદળોની વચ્ચે મુસાફરી કરી શકશે.ચિનાબ બ્રિજ તૈયાર કરવાનું કામ કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. પુલના નિર્માણ પહેલા, સ્થળ સુધી પહોંચવા માટે 26 કિમી લાંબા એપ્રોચ રોડ અને 400 મીટર લાંબી ટનલ બનાવવામાં આવી હતી.
આઈઆઈટી, ડીઆરડીઓ અને જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા જેવી પ્રતિષ્ઠિત ભારતીય સંસ્થાઓની સાથે, ઘણી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ચેનાબ બ્રિજ પ્રોજેક્ટ તૈયાર કરવામાં યોગદાન આપ્યું છે.
ચેનાબ બ્રિજની ખાસિયતો
- 359 મીટરની બ્રિજની ઉંચાઈ નદીના પટથી
- 35 મીટર એફિલ ટાવરથી ઊંચો છે આ બ્રીજ
- 02 પર્વતોને જોડે છે આ પુલ
- 93 ડેકનો ઉપયોગ
- 85 ટન દરેક ડેકનું વજન
- 17 સ્પાન્સનો બનેલો છે આ બ્રીજ
- 467 મીટર કમાનની લંબાઈ
- 266 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનનો સામનો કરી શકે
- 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન પસાર થઈ શકે
- 120 વર્ષનું આ પુલનું આયુષ્ય
- 1486 કરોડ રૂપિયાનો ખર્ચ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech