શ્રીલંકાના દિયાતલાવામાં રવિવારે આયોજિત ફોકસ હિલ સુપર ક્રોસ ૨૦૨૪ રેસિંગ ઈવેન્ટ દરમિયાન એક રેસિંગ કાર ટ્રેક પરથી ભટકી જતાં આઠ વર્ષના બાળક સહિત સાતના મોત થયા હતા અને ૨૦ અન્ય ઘાયલ થયા હતા.પોલીસ મીડિયાના પ્રવકતા ડીઆઈજી નિહાલ થલદુવાના જણાવ્યા અનુસાર, બે રેસ કારોએ નિયંત્રણ ગુમાવ્યું અને દર્શકોના જૂથ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો.
ઘાયલોને દિયાતલાવા બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. તદુપરાંત, ગંભીર ઇજાગ્રસ્ત ત્રણ લોકોને બદુલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.મૃતકો શ્રીલંકાના અવિસાવેલા, મટારા, અકુરેસા અને સીદુવા વિસ્તારના છે. ડેઈલી મિરરના અહેવાલ મુજબ દુર્ઘટના પછી, ઇવેન્ટની બાકીની રેસ રદ કરવામાં આવી છે.
શ્રીલંકા ઓટોમોબાઈલ સ્પોટર્સ ના સહયોગથી શ્રીલંકા મિલિટરી એકેડેમી દિયાતલાવા દ્રારા આયોજિત ફોકસ હિલ સુપર ક્રોસની ૨૮મી આવૃત્તિ રવિવારના રોજ દિયાતલાવામાં શરુ થઈ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીને ઝડપી લેવાયો
April 19, 2025 12:35 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech