પોરબંદરની ચમ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ અને આર્યસમાજ ખાતે નશામુક્તિ અને હ્રદયરોગ વિષયક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આજે આખું વિશ્વ અને ભારત દેશ નશારૂપી રાક્ષસ અને હાર્ટ એટેક રૂપી દૈત્યની ચપેટ માં આવી રહ્યુ છે અને અમુલ્ય જીવન અને સુખ શાંતિ બરબાદ થઈ રહી છે ત્યારે ગુજરાત રાજય યોગ બોર્ડના કર્મઠ ચેરમેન શિશપાલજી,સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી,કચ્છ-સૌરાષ્ટ્ર કોર્ડીનેટર વિજયભાઈ શેઠના શ્રેષ્ઠ માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લાના કોર્ડીનેટર કેતન કોટિયા યોગ કોચ અને યોગ ટ્રેનરોના પરિશ્રમથી પોરબંદર જિલ્લામાં વિવિધ સ્થળો પર નશામુક્તિ અને હૃદયરોગ નિવારણ માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે જેના ભાગ સ્વપે ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કુલ અને આર્ય સમાજ ખાતે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં પોરબંદર ધારાસભ્ય અર્જુંનભાઈ મોઢવાડીયા,નગર સેવાસદન પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,નગર સેવા સદનના કાઉન્સિલર ધર્મેશભાઈ પરમાર, રમત-ગમત અધિકારી ડો. પ્રવિણાબેન પાંડાવદરા,ચમ ઈંગ્લીશ મીડીયમ સ્કુલના ટ્રસ્ટી સુરજભાઇ મસાણી, પ્રિન્સીપાલ સુનયના ડોગરા,ગજાનન એજ્યુકેશન ટ્રસ્ટના કમલભાઈ પાઉં, હિરેનભાઈ પાઉં, આર્યસમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, ઉપપ્રમુખ કાંતિભાઈ જુંગી, નાથાભાઈ લોઢારી, ગગનભાઈ કુહાડા,યોગ બોર્ડ ટ્રેનર્સ મહેશભાઈ મોતીવરસ, અંજલિબેન ગંધ્રોકિયા, સુનિલભાઈ ડાકી, હેબિતભાઈ મલેક, મોહિતભાઈ મઢવી, ક્રિષ્નાબેન મહેતા,ધ્વનિ સલેટ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પોરબંદર જીલ્લા યોગ કોર્ડીનેટરે સૌનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો અને આજના સમયની સળગતી સમસ્યા હૃદય રોગ અને નશામુક્તિ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech