ગઇકાલે સાંજે ૩૦ થી ૩૫ કિ.મી.ની ઝડપે બર્ફીલો પવન ફુંકાતા જનજીવનને માઠી અસર: આગામી ૭૨ કલાક કોલ્ડવેવ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી
જમ્મુ-કાશ્મીરમાં માઇનસ ડીગ્રીથી નીચે તાપમાન ગયા બાદ આબુમાં પણ તાપમાન -૨ ડીગ્રી થઇ ગયાની અસર સમગ્ર ગુજરાત ઉપર પડી છે, જેને કારણે જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ઠંડીનું મોજુ ફરીવળ્યું છે, શીત લહરને લીધે લોકો ઠીંગરાઇ ગયા છે, પશુ-પંખીને ઠંડીની અસર થઇ છે, જયાં જુઓ ત્યાં ઠાર હી ઠાર જેવો માહોલ જોવા મળ્યો છે, ત્યારે ૭૨ કલાક સુધી કોલ્ડવેવ સર્જાશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે અને જામનગરમાં પ્રથમ વખત લઘુતમ તાપમાન ૧૩.૫ ડીગ્રીએ પહોંચી ગયું છે. આજે ઠંડીનો ચમકારો વધુ છે. આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની આગાહીને કારણે તંત્ર પણ એલર્ટ બન્યું છે અને કોર્પોરેશનમાં જાહેરમાં રસ્તા ઉપર અને ફુટપાથ ઉપર સુતેલા લોકોને ઠંડીને કારણે સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં ઠંડીએ સા એવું જોર પકડયું છે, હજુ આગામી અઠવાડીયા સુધી ભારે ઠંડીનો માહોલ રહેશે અને કેટલાક જિલ્લામાં તાપમાન ૧૦ ડીગ્રીથી પણ નીચુ પહોંચી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, એટલે કે આગામી દિવસોમાં લોકોએ શીત લહરનો સામનો કરવો પડશે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૩.૫ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૬.૬ ડીગ્રી, હવામાં ભેજ ૪૬ ટકા અને પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે તેમજ લોકો હવે શિયાળુ ખેતી તરફ વળ્યા છે, ગામડાઓમાં એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વૂધે તેવી પુરી શકયતા છે.
ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે. શિયાળામાં આ વખતે ઠંડીનો પ્રથમ વખત ચમકારો જોવા મળ્યો છે અને હજુ આગામી દિવસ ઠંડીમાં ચોકકસપણે વધારો થશે. હવામાન ખાતુ પણ કહે છે કે, ચારથી પાંચ દિવસ સુધી વાતાવરણ ઠંડુ રહેશે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMઉગલવાણ ગામે યુવાનનો વ્યાજખોરના ત્રાસથી મરવા મજબુર બની આપઘાત
June 06, 2025 03:26 PMભાવનગરના યુવાન સાથે મુંબઈ, પટના અને અમરેલીના શખ્સોએ કરી ઠગાઈ
June 06, 2025 03:24 PMનશો કરી ડમ્પરના પાછલા ટાયર પાસે સુઈ ગયેલો યુવાન ડમ્પર રિવર્સ આવતા ચગદાયો
June 06, 2025 03:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech