પોરબંદર જિલ્લાના ૨૩ જેટલા ગામોમાં રોજગાર દિવસની ઉજવણી અંતર્ગત રોજગારી પૂરી પાડવામાં આવી છે તથા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયા હતા.પોરબંદરમાં ૨૩ ગામોમાં મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરાઇ છે. ગ્રામ્ય પરિવારને મનરેગા યોજનાથી ૧૦૦ દિવસની રોજગારી આપાઈ છે. રોજગાર દિવસની ઉજવણી પ્રસંગે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કરાયું હતું.પોરબંદર જિલ્લામાં મનરેગા યોજનાના અમલીકરણ માટે રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશ્ર્નરના આદેશ અનુસાર ગ્રામ વિકાસ એજન્સી- પોરબંદર દ્વારા કવાયત શ કરવામાં આવી છે. જેમાં કામગીરીનું ત્રી-સ્તરીય નિરીક્ષણ કરવામાં આવશે. જેમાં ગ્રામ પંચાયત કક્ષાથી, તાલુકા પંચાયત કક્ષાથી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કક્ષાથી કામગીરી કરવામાં આવશે. રોજગાર દિવસ અંતર્ગત ૧૦૦ દિવસ રોજગારી મેળવવાના પાત્ર પરિવારોને શોધવા, તેની નોંધણી કરવી અને કામ આપવા સહિતનું વ્યવસ્થાપન સુનિશ્ર્ચિત કરવા પર ભાર મૂકવામાં આવશે. જે અન્વયે જિલ્લાના ત્રણેય તાલુકામાં રોજગાર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના ૨૩ ગામોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી પ્રસંગે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠક્કર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય પંથકમાં રોજગાર દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી સહિત જોડાયા હતા. અને તેઓએ વૃક્ષારોપણ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech