આંખોની નીચે અને પોપચાના ઉપરના ભાગમાં ડાર્ક સર્કલને કારણે ચહેરો એકદમ નિસ્તેજ દેખાય છે અને તાજગી જતી રહી હોય તેવું લાગે છે. યોગ્ય ઊંઘ ન લેવાથી, લાંબા સમય સુધી સ્ક્રીન પર સમય વિતાવવો, યોગ્ય આહાર ન લેવાથી આંખો પર ડાર્ક સર્કલ બને છે, તેથી જો આ બધી આદતોને સુધારી લેવામાં આવે તો ડાર્ક સર્કલથી બચી શકાય છે અને વ્યક્તિ સ્વસ્થ પણ રહી શકે છે . જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ ડાર્ક સર્કલથી પરેશાન છે, તો એલોવેરા તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેની સાથે કેટલીક અન્ય સામગ્રી મિક્સ કરીને લગાવવાથી થોડા જ દિવસોમાં ડાર્ક સર્કલ ઓછા થવા લાગે છે.
આંખોની નીચે કાળા ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે બજારમાં પુષ્કળ ક્રિમ છે પરંતુ બ્યુટી પ્રોડક્ટ્સ દરેક વ્યક્તિની ત્વચાને અનુકૂળ નથી હોતી. ત્યારે કુદરતી પદ્ધતિઓ ખૂબ અસરકારક હોય છે, તો જાણો એલોવેરાના કેટલાક ઉપાયો જે ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરી શકે છે.
એલોવેરા અને બટેટા
તાજુ એલોવેરા લો અને તેનું જેલ કાઢો, હવે તેમાં બટાકાનો રસ ઉમેરો. બંને વસ્તુઓને ગ્રાઇન્ડરમાં નાખીને મિક્સ કરો. આમાંથી ઝીણી પેસ્ટ તૈયાર કરવામાં આવશે. આ પેસ્ટને આંખો પર લગાવો. તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમને થોડા દિવસોમાં સારા પરિણામ મળશે. જો તમે ઈચ્છો તો તેને આખા ચહેરા પર લગાવી શકો છો.
એલોવેરા અને વિટામિન ઇ કેપ્સ્યુલ્સ
ડાર્ક સર્કલ દૂર કરવા માટે, એલોવેરા જેલ સાથે વિટામિન ઇ કેપ્સ્યુલ મિક્સ કરો. તેને નિયમિત રીતે લગાવવાથી ડાર્ક સર્કલ તો ઘટશે જ પરંતુ ઠંડક અને આરામનો અનુભવ થશે.
એલોવેરા અને બદામનું તેલ
બદામનું તેલ માત્ર વાળ માટે જ ફાયદાકારક નથી, તે ત્વચા માટે પણ ફાયદાકારક છે. આ માટે એલોવેરા જેલમાં બદામના તેલના થોડા ટીપાં મિક્સ કરીને ડાર્ક સર્કલ પર લગાવો. આનાથી પણ થોડા દિવસોમાં સારું પરિણામ મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech