ખંભાળિયા પંથકમાં હાલ કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે. ત્યારે અહીંના માંડવી ટીંબા વિસ્તારમાં સ્થાનિક સેવાભાવી વેપારીઓ, યુવાનો દ્વારા ઠંડી છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
હાલ આગઝરતી ગરમીમાં લોકોને ટાઢક મળી રહે તે માટે અત્રે માંડવી ટીંબા - હર્ષદ માતાજી મંદિર પાસે સેવાભાવી કાર્યકરો મનુભાઈ કાનાણી, દીવુભાઈ સોની, હિતેશ કંસારા, ભીખુભાઈ ગાંઠીયાવાળા, કાંતિભાઈ ચા વાળા, રાજુભાઈ ગાંઠીયાવાળા સહિત અન્ય કાર્યકરો દ્વારા દરરોજ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ઠંડી છાશ ઉપરાંત ઠંડાપીણા તેમજ શરબત પીવડાવીને લોકોને ઠંડક પહોંચાડવામાં આવે છે.
આ સેવા કાર્યમાં સહભાગી થવા ઈચ્છતા લોકોએ ઉપરોક્ત કાર્યકરોનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech