જીપીએસસી દ્વારા લેવાનારી ખેતી નિયામકની બન્ને પરીક્ષા રદ, હવે આ તારીખે પરીક્ષા લેવાશે

  • May 30, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક બાજુ બેકારી અને બીજી બાજુ સરકારી નોકરી આ બધા વચ્ચે યુવા વર્ગ પીસાઈ રહ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા ખેતી નિયામક ની ભરતી માટે પરીક્ષાના પેપરમા છબરડો બહાર આવતા પરીક્ષા મુલતવી રાખવાની ફરજ પડી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા વધુ એક પરીક્ષા રદ કરવામાં આવી છે. નાયબ ખેતી નિયામક વર્ગ–૧, યારે મદદનીશ ખેતી નિયામક વર્ગ–૨ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા પરીક્ષા બાદ ઉમેદવારોએ જીપીએસસીમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતની તપાસ કરતા સત્ય બાબત બહાર આવી હતી પરિણામે પરીક્ષા મુલતવી રાખવાની ફરજ પડી હતી હવે આ બંને પરીક્ષા આગામી ૨૮ ઓગસ્ટે લેવામાં આવશે.  ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા જણાવાયું છે કે, ગત ૨૭ મે ૨૦૨૫ના રોજ લેવાયેલી નાયબ ખેતી નિયામક જિલ્લ ા ખેતીવાડી અધિકારી વર્ગ–૧ની પરીક્ષા અંગે ૨૮ મેના રોજ ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે, આ પરીક્ષામાં પૂછાયેલ મોટાભાગના પ્રશ્નો ચોક્કસ પુસ્તક માંથી હેતુલક્ષી પ્રશ્નોમાંથી પુછવામાં આવ્યાં છે. ઉમેદવારોએ કરેલી રજૂઆતની તપાસ કરતાં તેમની રજૂઆત સાચી ઠરી હતી. જુદા જુદા ક્રોતોથી તૈયારી કરતાં તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. તે ઉપરાંત આગામી ૩૧ મેના રોજ લેવાનારી મદદનીશ ખેતી નિયામક વર્ગ–૨ની પરીક્ષામાં પણ સમાન અભ્યાસક્રમ હોવાથી તેમાં પણ જુદા જુદા ક્રોતોથી તૈયારી કરતા ઉમેદવારોને સ્પર્ધાની સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા પણ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે પછી આ બન્ને ભરતી માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુકત રીતે ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ લેવામાં આવશે.તેમાં બન્ને જાહેરાતમા ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારોએ મેળવેલ ગુણ બન્ને ભરતીમાં ધ્યાને લેવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application