લાભાર્થીઓ દ્વારા મહાપાલિકાની કચેરીએ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી સત્વરે પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી
ઊઠજ--૧૨૫૨ સિદસર ખાતે આવાસના બાંધકામ અને ફાળવણીમાં અતિ વિલંબથી લાભાર્થીઓ પરેશાન થયા છે.આથી લાભાર્થીઓ દ્વારા મહાપાલિકાની કચેરીએ કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. ઊઠજ--૧૨૫૨ સિદસર ખાતે આવાસ યોજનાના લાભાર્થીઓને ૨૭ માસની મુદતમાં (ડિસેમ્બર-૨૦૨૨માં) આવાસ ફાળવવાનું કહેવામાં આવેલ. જે માટે લાભાર્થીઓએ લોન કરાવીને પણ આવાસની પૂરેપૂરી રકમ ઊઠજ- ને જમા કરાવી આપેલ છે. લાભાર્થીઓની વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦થી ઓછી હોય અને મોટા ભાગના લાભાર્થીઓ ભાડાના મકાનમાં રહેતા હોય જેઓને હાલમાં આ મંદીના સમયમાં મકાનનું ભાડું અને બેંક લોનનો હપ્તો બંને ભરવો પડી રહ્યો છે. જેથી લાભાર્થીઓની હાલત કફોડી બની છે.
આવાસ ફાળવણીની સમય મર્યાદા પૂરી થયાને પણ આજે ૨.૫ વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે તેમ છતાં પણ હજુ આવાસની ફાળવણી તો દુર આવાસનું બાંધકામ પણ પૂર્ણ થયેલ નથી. જેનાથી લાભાર્થીઓને અન્યાય થઇ રહેલ છે.લાભાર્થીઓને થયેલ અન્યાય બાબતે વખતો-વખત સંબંધિત ડિપાર્ટમેન્ટમાં રૂબરૂ મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી તેનું કોઈ પરિણામ મળેલ નથી.
આથી લાભાર્થીઓએ આવેદનમાં કેટલીક માંગ દર્શાવી છે જેમાં જે એજેન્સીને આવાસનું કામ સોંપેલ છે તેની ઉપર બાંધકામમાં અમર્યાદિત વિલંબ અને સમય મર્યાદાચૂક અંતર્ગત કાયદાકીય પગલા લેવામાં આવે અને તેને બ્લેક લિસ્ટ કરવામાં આવે અને જો કોઈ પગલાં લીધા હોય તો અમોને તેની માહિતી આપવામાં આવે.લાભાર્થીઓએ એડવાન્સમાં આવાસની ભરેલી રકમ રૂ.૫,૫૦,૦૦૦નું વ્યાજ સહીત રિબેટ મહાપાલિકા દ્વારા લાભાર્થીઓને ચુકવવામાં આવે. જ્યાં સુધી આવાસની ફાળવણી ના થાય ત્યાં સુધી ભાડે રહેતા તમામ લાભાર્થીઓને દર મહિને મકાન-ભાડા પેટે રૂ. ૮૦૦૦ મહાપાલિકા દ્વારા ચુકવવામાં આવે.જો અમારા લાભાર્થીઓની માંગણીઓ ધ્યાનમાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અમને ગાંધીચીંધ્યા રાહે આંદોલન કરવાની પણ ફરજ પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMઇન્ડોનેશિયામાં ખાણ ધસી પડવાથી 19 લોકોના મોત, 8 હજુ ગુમ, બચાવ કામગીરી ચાલુ
June 01, 2025 09:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech