પોરબંદર જિલ્લામાં જુદી -જુદી સેવા પ્રવૃત્તિઓ કરતી સંસ્થા વીર બાબલ ગ્રુપ દ્વારા ચોમાસા દરમિયાન કીડીઓને પૂરતું ભોજન રહી રહે તે માટે વિશિષ્ટ પ્રકારની કીડિયારાની બોટલ તૈયાર કરવામાં આવી હતી.
અવારનવાર અબોલ જીવો માટે સેવા કાર્ય કરતા વીર બાબલ ગ્રુપ શીતલા ચોક, પોરબંદરના સદસ્યો દ્વારા વધુ એક વખત સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું .આ સેવા કાર્ય દરમિયાન કીડીઓ માટે જરી ખોરાક કીડીયારાનુ આયોજન કરવામાં આવ્યું હતું વીર બાબલ ગ્રુપ શીતલા ચોક, પોરબંદરના સદસ્યો દ્વારા ૫૧ કિલોથી વધારે વજન થાય તેટલું કીડીયાં તૈયાર કરવામાં આવ્યુ અને પાણી તથા ઠંડા પીણાની ખાલી થયેલી બોટલોમાં કીડીઓના આવવા -જવાના માર્ગો બનાવી આ બોટલોમા કીડીયાં ભરી તૈયાર કરવામાં આવી જેથી વરસાદના સમયમાં કીડીઓને ખોરાક મળી રહે આવી રીતે તૈયાર થયેલી કીડીયાં ભરેલી બોટલોને પોરબંદર સોમનાથ હાઇવે પર ઝુરીઓના જંગલ વિસ્તાર થી શ કરી રંગબાઇ માતાજીના મંદિર આસપાસના વિસ્તારો સુધીમાં કીડીઓની વસાહતો નજીક વરસાદ દરમ્યાન પાણીમાં પલાળી ન જાય તેવી રીતે ગોઠવવામાં આવી જેથી ચોમાસાના વરસાદના સમયમાં પણ કીડીઓને ખોરાક મળી શકે ઉપરોક્ત સેવા કાર્યો માં વીર બાબલ ગ્રુપ શીતલા ચોકના સદસ્યઓ દીપેનભાઈ ગોહેલ, લાલજીભાઈ ગોશીયા, જેનિશભાઈ મોતીવરશ ધર્મેશભાઇ ગોહેલ,ઋત્વિક લોઢારી, ખીમજીભાઈ ગોહેલ , હરીશભાઈ પોસ્તરીયા રિયાઝ ન્ઝા વગેરે સદસ્યોએ સક્રિય સેવા આપેલી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMઇન્ડોનેશિયામાં ખાણ ધસી પડવાથી 19 લોકોના મોત, 8 હજુ ગુમ, બચાવ કામગીરી ચાલુ
June 01, 2025 09:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech