માળિયાના મોટા દહીંસરા નજીક બિલ્ડર પુત્ર પર ફાયરીંગ કરી બે ઈસમો ફરાર થયા હતા જે ગુનો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં બિલ્ડર પુત્રને દેવું વધી જતા પોતે જ ૩ લાખ પિયા આપી ફાયરીંગ કરાવ્યું હોવાનો ખુલાસો થવા પામ્યો છે એલસીબી ટીમે બે આરોપીને ઝડપી લઈને પિસ્તોલ, રોકડ રકમ અને ૩ મોબાઈલ સહીત ૧.૪૫ લાખનો મુદામાલ કબજે લીધો છે.
ગત તા. ૨૦ ના રોજ માળિયાના મોટા દહીસરાથી નવલખી રોડ પર મોરબીના તણભાઈ ઉર્ફે ગોપાલભાઈ ગામી (ઉ.વ.૪૬) વાળા કાર લઈને ઉભા હતા ત્યારે એક ઇસમેં ગાડીનો કાચ ખોલાવી ગાળો બોળી ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈને તમંચા જેવા હથિયાર વડે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી માળિયા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે ગુનામાં માળિયા પોલીસ અને એલસીબી ટીમ તપાસમાં જોતરાઈ હતી અને બનાવ સ્થળની વિઝીટ કરી સીસીટીવી ફટેજ અને હત્પમન સોર્સીસની મદદથી બે શકમદં ઈસમો પરેશ ઉધરેજા અને મકસુદ નકુમ એમ બે ઇસમોને એલસીબી કચેરી લાવી પૂછપરછ કરતા ફરિયાદી તણભાઈએ ધંધામાં દેવું વધી જતા લેણદારોને પૈસા ચુકવવા ના પડે તે માટે પોતે પોતાના ઉપર ફાયરીંગ કરાવવા માટે આરોપી પરેશને જણાવ્યું હતું જેથી તેને મકસુદનો સંપર્ક કરી ફાયરીંગ કરવાના પિયા ૩ લાખ આપવાના નક્કી કરી કાવતં રચ્યું હતું.
ફરિયાદીએ પોતે જ કાવતં રચી એક પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીસ આરોપી મકસુદને આપતા તેને ફાયરીંગ કયુ હતું અને નક્કી થયા મુજબ મકસુદને ૩ લાખ પૈકી ૧.૫૦ લાખ આપી દીધા હતા એલસીબી ટીમે આરોપી પરેશ ગોપાલ ઉધરેજા રહે મોરબી પંચાસર રોડ પુષ્કર એપાર્ટમેન્ટ અને મકસુદ મહમદ હત્પશેન નકુમ રહે જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી એમ બે આરોપીને ઝડપી લઈને બનાવમાં વપરાયેલ હથિયાર પિસ્તોલ અનગં ૦૧ કીમત ૧૦,૦૦૦, બનાવને અંજામ આપવા લીધેલ પિયા પૈકી રૂા.૧,૧૦,૦૦૦ અને ૩ મોબાઈલ ફોન કીમત ૨૫,૫૦૦ સહીત કુલ ૧,૪૫,૫૦૦નો મુદામાલ કબજે લીધો છે
લેણદારો અવારનવાર ઉઘરાણી કરતા હોવાથી ફાયરિંગનું તરકટ રચ્યું
ફરિયાદી તણભાઈ ગામીને ધંધામાં પિયાનું દેવું થઇ ગયું હતું અને લેણદારો અવારનવાર પિયાની ઉઘરાણી કરતા હતા જે પિયા આપવા ના પડે તે માટે જાતે ૩ લાખ પિયા આપવાનું નક્કી કરી પોતાના પર ફાયરીંગ કરાવ્યું હતું જોકે પોલીસે ફરિયાદીના તરકટનો ભંડાફોડ કરી બંને આરોપીને ઝડપી લીધા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ
May 31, 2025 06:29 PMકાલાવડ નગરપાલિકા દ્વારા ઘોર બેદરકારી સામે આવી
May 31, 2025 05:10 PM1 જૂનથી આ ફોનમાં WhatsApp થઇ જશે બંધ
May 31, 2025 04:43 PMભારત જ નહીં, પરંતુ રણનીતિ પણ બદલાઈ છે. CDS અનિલ ચૌહાણે આપ્યું આ નિવેદન
May 31, 2025 04:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech