વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત આઈ.ટી.આઈ. દ્વારકા ખાતે પ્લાસ્ટિક કચરા સફાઈ ઝુંબેશમાં ભાગ લેતાં તાલીમાર્થીઓ

  • May 31, 2025 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


'વિશ્વભરમાં પ્લાસ્ટિક પ્રદુષણ નાબુદી'('Ending Plastic pollution globally')ની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે.
 

જેના ભાગરૂપે  પ્રી કેમ્પેન અંતર્ગત દેશભરમાં વિવિધ જાગૃતિ અભિયાનો, પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશો ચાલી રહી છે, જે ઉપક્રમે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ સફાઈ ઝુંબેશ અને જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. 


દ્વારકામાં હોસ્પિટલ રોડ પર આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ. દ્વારકા) ખાતે તાલીમાર્થીઓ દ્વારા સંસ્થાના કેમ્પસની સફાઈ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી  હતી.


​​​​​​​તાલીમાર્થીઓ દ્વારા શ્રમદાન કરીને કેમ્પસમાં આવેલ વિવિધ પ્લાસ્ટિક કચરાને એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application