ગુજરાતના બહુચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીના કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં જામીન પર રહેલ નીતા ચૌધરી લાપતા હોવાની માહિતી મળી આવે છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ કેસ મામલે નીતા ચૌધરીના જામીન રદ્દ થયા હતા. ગઈકાલે ભચાઉ સેસન્સ કોર્ટે જામીન ના મંજુર કરી નીતા ચૌધરીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે જામીન પર રહેલ નીતા ચૌધરી લાપતા હોવાનું સામે આવ્યું છે. જેની જાણ થતાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તેમને ઝડપવા ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત LCB, SOG, ભચાઉ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવાઈ છે.
મહત્વનું છે કે, CID ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેદ થારમાંથી દારૂ મળી આવવા સાથે PSI પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. બંને સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતાં રિમાન્ડ નકારી બીજા દિવસે નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech