ભાવનગર રેલ્વે મંડલ સિંહો-વન્યજીવોના સુરક્ષા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડલના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિધર્રિીત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.
ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાઇલોટની સતર્કતાના કારણે છેલ્લા એક સપ્તાહમાં 8 સિંહોના જીવ બચાવવામાં આવ્યા છે. જ્યારે એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 42 સિંહોને બચાવવામાં આવ્યા છે.
આ અંગે માહિતી આપતા ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું હતું કે 16 ઓગસ્ટનર શુક્રવાર ના રોજ, લોકો પાયલોટ સંજય રામ કિ.મી. નંબર 71/4-71/5, ગાધકડા-સાવરકુંડલા સેક્શનમાં માલગાડી ઙઙજઙ-ખજઈંટ પર કામ કરતી વખતે, તેણે સિંહને પાટા ઓળંગતા જોયો અને ઇમરજન્સી બ્રેક લગાવીને ગાડીને રોકી દીધી હતી. ત્યાર પછી વન વિભાગના અધિકારીઓ જયદીપભાઈ અને અન્સાર સાયરા સ્થળ પર પહોંચ્યા અને પાટા સાફ હોવાની માહિતી આપ્યા બાદ ગાડીને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
15 ઓગસ્ટને ગુરુવારના રોજ, લોકો પાયલોટ વનાલિયા સુધીર, લીલીયા મોટા-દામનગર સેક્શનમાં માલગાડી નંબર ઙઙજઙ/જઇઝ પર કામ કરતી વખતે, જ્યારે ફોરેસ્ટ ટ્રેકરે લાલ બત્તી બતાવી, ત્યારે તેમણે કિમી સંખ્યા 28/04-28/03 ની વચ્ચે, તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ગાડીને અટકાવવામાં આવી હતી. થોડી જ વારમાં લગભગ100 મીટરના અંતરે 3 સિંહો પાટા ઓળંગતા જોવા મળ્યા, ત્યારબાદ ફોરેસ્ટ ટ્રેકર પઠાણ અકીલ તરફથી ક્લિયરનું સિગ્નલ મળતાં ગાડીને સાવચેતીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
જયારે 14 ઓગસ્ટને બુધવાર ના રોજ, લોકો પાયલોટ જીતેન્દ્ર પાંચાલ, પાયથોન માલગાડી (ઙઙજઙ-ઈખકઊં ઉજ) પર કામ કરતી વખતે, રાજુલા-વિજાપડી સેક્શનમાં કિ.મી. 91/0 પર સિંહના 2 બાળકોને રેલ્વે પાટા પર બેઠેલા જોયા, તેમણે તરત જ ઇમરજન્સી બ્રેક લગાવી અને ગાડીને 100 મીટર અગાઉથી રોકી દીધી હતી. જ્યારે ગાડી ઉભી રહી ત્યારે સિંહના બાળકો ત્યાંથી ખસી ગયા અને બાજુમાં ગયા. તે પછી, લોકો પાયલટે ગાર્ડ સાથે વાત કરી અને બંને તરફ નજર રાખીને ગાડીને ગંતવ્ય સ્થાન તરફ લઈ ગયા હતા.આ માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શમર્િ અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના આ પ્રશંસનીય કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોત માત્ર વેત છેટું હતું, ટીએમસી નેતાએ વર્ણવ્યો ફ્લાઇટના ઈમરજન્સી લેન્ડિંગનો અનુભવ
May 22, 2025 11:14 AMબરડામાં સિંહોનું નવું ઘર વસાવાની સરકારની કામગીરી પ્રશંસનીય: પરિમલ નથવાણી
May 22, 2025 11:09 AMયુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના સ્ટેટમેન્ટથી ગ્રીનકાર્ડ ધરાવતા ભારતીયો પર ખતરો મંડરાયો
May 22, 2025 11:07 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech