રાજકોટથી જેતપુર સુધીનાં નેશનલ હાઈવે ને ૬ લેન બનાવવા માટેનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે ત્યારે માત્ર ૩૬ કિલોમીટરના અંતરે જ ભડી અને પીઠડીયા ટોલ પ્લાઝા આવેલ છે વાહન ચાલકો તોતિંગ ટોલટેકસ ચૂકવી જ રહ્યા છે પરંતુ હાલ આ નેશનલ હાઈવે પર સુવિધા ની બદલે દુવિધાનો વધારો થઈ ગયો છે માટે ભડી અને પીઠડીયા ટોલ પ્લાઝાએ તમામ વાહન માટે ફ્રી કરવા માંગ ઉઠવા પામી છે
આ નેશનલ હાઇવે અંગે વાહનચાલકો રોષ ભેર જણાવી રહ્યા હતા કે હાઈવે ઓથોરિટીના નિયમ પ્રમાણે બે ટોલ પ્લાઝા વચ્ચે ઓછામાં ઓછું ૬૦ કિ.મી.નું અંતર હોવું જરી છે પરંતુ ગોંડલ નજીકના ભડી અને વીરપુર નજીકના પીઠડીયા ટોલ પ્લાઝા વચ્ચેનું અંતર માત્ર ૩૬ કિ.મી.નું જ છે ૬ લેન રોડનું કામ ચાલી રહ્યું છે અનેક જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે શામળા અને વડી પાસે ઓવરબ્રિજ બની રહ્યા છે અકસ્માતનો ભાઈ સતત રહ્યા કરે છે આ ઉપરાંત ચોમાસાના કારણે ઠેર ઠેર રસ્તાઓના ધોવાણ થઈ જતા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે તો આ સિકસ લેન્ડનનું કામ યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી બંને ટોલ પ્લાઝા એ તમામ વાહનોને નિશુલ્ક પસાર થવા દેવા જોઈએ તેવી માંગ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયોગા કે વોકિંગ: કેલરી બર્ન કરવા માટે કયું સારું?
April 07, 2025 05:01 PMઔદ્યોગિક તાલીમ સંસ્થા ખંભાળિયા ખાતે તા.૦૯ એપ્રિલના રોજ ભરતી મેળો યોજાશે
April 07, 2025 04:35 PMઉનાળામાં આંખોને જરૂર હોય છે સ્પેશિયલ કેરની, આ 5 પોષક તત્વો બનશે મદદરૂપ
April 07, 2025 04:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech