ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે વાડીના શેઢા બાબતે પાડોશી વચ્ચે બધડાટી બોલી હતી. કોળી ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન ભૂપતભાઈ ડાભીના ભાઈએ જોટામાંથી ફાયરિંગ કર્યું હતું. જોટાવાળી બંદૂક સાથે આવેલ દિપકભાઈ ડાભી બંદૂક ઉપાડતા પહેલા માથામાં બોથડ પદાર્થનો હુમલો થતા ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
શેઢા પર ચાલવા પ્રશ્ને જુનાં મન દુઃખમાં ફાયરિંગ કર્યુ હોવાનં જાણવા મળ્યું છે. દિપકભાઈ ડાભી ઉપર હુમલો થતાની સાથે હવામાં ફાયરિંગ થયું હોવાની ચર્ચાસ્પદ બની છે. ઘટનામાં બંદૂક સાથેનો વીડિયો અને કાર્ટિસના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તપાસનો ધમધમાટ ચાલુ થયો છે. ઘટનામાં ગોંડલ તાલુકા પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈને તપાસ હાથ ધરી છે.
આ અંગે ફરિયાદ નોંધાઈ
આ ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી વલ્લભભાઈ નાજાભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ખાંડાધાર ગામની સીમમાં આવેલ અમારી વાડીએ ખેતી કામ કરી મારૂ તથા મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. અને મારે સંતાનમા ત્રણ દીકરા છે. જેમા સૌથી મોટો દીકરો સુરેશભાઇ છે અને તેનાથી નાનો દીકરો સુભાષભાઈ છે અને સૌથી નાનો દીકરો ગોવિંદભાઈ છે. અને હુ તથા મારા દીકરાઓ સંયુક્ત પરિવારમાં સાથે રહીએ છીએ.
આ લોકોને અમે કહેલ કે રસ્તાનો ઉકેલ આવેલ નથી
હું મારા ઘરે હતો ત્યારે મારા દીકરા સુરેશભાઇએ મને ફોન કરી કહેલ કે ખાંડાધાર ગામની સીમમાં આવેલ આપણી વાડીએ દિપકભાઈ મોહનભાઈ ડાભીના માણસો લાલજીભાઈ તખુભાઈ તથા કરશનભાઇ એમ બન્ને ટ્રેક્ટર લઈને વાડીએ આવેલ છે અને અમે વાડીએ છીએ તમે ફટાફટ વાડીએ આવી એમ વાત કરતા મે મારા દીકરા સુભાયને વાત કરેલી અને ત્યારબાદ હું તથા સુભાષ બન્ને મોટર સાયકલ લઈને અમારી વાડીએ ગયેલ અને આ વખતે લાલજીભાઈ તથા કરશનભાઈ બન્ને ટ્રેક્ટર લઈને અમારે વાડી વચ્ચે જે રસ્તાનો વિવાદ ચાલે છે. ત્યાં ઉભા હતા જેથી આ લોકોને અમે કહેલ કે રસ્તાનો ઉકેલ આવેલ નથી.
અમે બન્નેએ દોડીને એમની બંદુક પકડી લીધી
જેથી તમે અહીંથી ચાલી ન શકો તેમ કહેતા આ બન્ને લોકો ટ્રેક્ટર લઈને જતા રહેલ હતા, અને ત્યારબાદ મારો દીકરો સુરેશ તથા તેની પત્ની બન્ને મોટરસાયકલ લઈને ગામમાં અમારા ઘરે જતા રહેલ અને હું તથા મારો દીકરો સુભાષ બન્ને વાડીએ હતા તે દરમ્યાન આશરે સાંજના સવા છએક વાગ્યાની આસપાસ અમારા પાડોશી દિપકભાઈ મોહનભાઈ ડાભી બે ભુંગળાવાળી બં દુક (જોટો) લઇને વાડીએ આવેલ અને અમારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને કહેલ કે તને ભડાકે દઇ દેવો છે તેમ બોલી બંદુકનુ નાળચુ અમારા તરફ કરી, એક રાઉન્ડ ફાયરિંગ કરતા ગોળી બાજુમાથી જતી રહેલ અને અમે બન્નેએ દોડીને એમની બંદુક પકડી લીધેલ.
આ બનાવમાં મને કે મારા પરિવારને ઇજા થયેલ નથી
આ દરમ્યાન મારા દીકરા સુરેશને કોઈએ જાણ કરી દેતા તે પણ આવી ગયેલ અને આ દિપક ભાઈ ડાભી સાથે ઝપાઝપી થયેલી. જેમાં દિપકભાઈ ડાભીને માથાના ભાગે લાકડીનો ઘા વાગી ગયેલ હતો. તેવામાં બંદુકનો અવાજ થતા બાજુમા કામ કરતા ભાનુભાઈ પોપટભાઈ તથા લીંબાભાઈ તથા લીંબાભાઈની પત્ની તથા કરશનભાઈ વગેરે માણસો આવી ગયેલ અને વચ્ચે પડી અમને બંધાયને ઝગડો નહીં કરવા સમજાવી જુદા પાડેલ અને ત્યારબાદ અમે અમારા ઘરે આવતા રહેલ અને ઘરના સભ્યોને મળી આ બનાવ બાબતે ફરિયાદ કરવાનુ નક્કી કરી ફરિયાદ કરવા આવેલ છીએ. આ બનાવમા મને કે મારા પરિવારને ઇજા થયેલ નથી.
મારી નાખવાના ઇરાદે મારી ઉપર ફાયરીંગ કર્યું
આ બનાવનું કારણ એવું છે કે, અમારે તથા દિપકભાઈ ડાભીને રસ્તા બાબતનો વિવાદ ઘણા સમયથી ચાલ્યો આવે છે અને તે બાબતનો કેસ મામલતદાર ગોંડલ ખાતે ચાલતો હોય જેનો કોઇ નિર્ણય આવેલ ન હોય તેમ છે. આ દિપકભાઇ ડાભીના માણસો આ વિવાદ વાળા રસ્તે ચાલતા હોય જેથી અમે નિર્ણય ન આવે ત્યા સુધી રસ્તે ચાલવાની ના પાડતા જે દિષકભાઈ ડાભીને સારૂ નહીં લાવતા બે નાળચાવાળી બંદુક (જોટો) લઈ વાડીએ આવી મારી નાખવા ના ઇરાદે મારી ઉપર ફાયરીંગ કરેલ હોય જેથી દિપકભાઈ મોહનભાઈ ડાભી વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech