આવું ફૂલેકું નહીં જોયું હોય.... વેરાવળમાં રજવાડી ઠાઠ અને ડીજેના તાલે વરરાજાએ હાથી પર સવાર થઈ એન્ટ્રી કરી, જુઓ તસવીરો

  • May 25, 2025 02:43 PM 


ગીર સોમનાથ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમ વખત વેરાવળમાં રાજવી ઠાઠ સાથે અનોખું ફૂલેકું યોજાયું હતું. જે સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હાથી પર સવાર થઈ વરરાજાએ રાજાની જેમ ‘રજવાડી ઠાઠ'માં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આહીર સોલંકી પરિવારના વિવાહપ્રસંગે આ અનોખું ફૂલેકું લોકો જોતા જ રહી ગયા હતા. 


મળતી માહિતી પ્રમાણે, વેરાવળના આજેઠા ગામમાં એક અનોખા લગ્નપ્રસંગે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આહીર સમાજના યુવા અગ્રણી નથુભાઈ સોલંકીના પરિવારમાં યોજાયેલા લગ્નપ્રસંગમાં ગીર સોમનાથ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમવખત હાથીની અંબાડી પર વરરાજાનું ફૂલેકું નીકળ્યું હતું.


આજેઠા ગામના વયોવૃદ્ધ અગ્રણી મેરામણભાઈ પંપાણીયાના જણાવ્યા મુજબ, રાજા રજવાડાના સમયમાં આ પ્રકારના લગ્નપ્રસંગો થતાં પરંતુ ગીર સોમનાથ જિલ્લા કે આ સમગ્ર પંથકમાં હાથીની અંબાડી પર વરરાજાનું ફૂલેકું નીકળ્યું હોય એવો આ પ્રથમ પ્રસંગ હશે.


મોટી સંખ્યામાં લોકો આ અનોખા ફૂલેકાને નિહાળવા ઉમટ્યા

આજેઠા ગામ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો આ અનોખા ફૂલેકાને નિહાળવા ઉમટી પડ્યા હતા. હાથી અને ઘોડા સાથેના આ રજવાડી ઠાઠમાઠવાળા ફૂલેકાના વીડિયો લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જે ત્યાર બાદ વાઇરલ થયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News