વિસાવદરમાં ચતુષ્કોણિય જંગ, ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન પટેલ, પ્રજા શકિતના કાનગડે ફોર્મ ભર્યા

  • June 02, 2025 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે અંતિમ ઘડીએ ઉમેદવાર જાહેર કર્યા છે. પૂર્વ જિલ્લ ા ભાજપ પ્રમુખ અને જિલ્લ ા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલને ટિકિટ આપતા આજે વિજય મુહર્તમાં ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત કોંગ્રેસના નીતિન પટલે (જિ.પં.સદસ્ય)એ પણ ફોર્મ ભયુ હતું.  જોકે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કિરીટભાઈ પટેલે દાવેદારી પણ કરી ન હતી તેના બદલે પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી અને હર્ષદ રીબડીયા બંનેએ વિસાવદરની બેઠક લડવા દાવેદારી કરી હતી પરંતુ ભાજપે કિરીટભાઈ પટેલની પસંદગી કરી છે.



વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ અગાઉ જ ગોપાલ ઇટાલીયા નું નામ જાહેર કયુ હતું અને ઉમેદવારી પત્ર  ભરતા સમયે શનિવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વિસાવદર પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટીને જીતાડવા જણાવ્યું હતું. ભાજપ દ્રારા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલને ટિકિટ આપી છે. રસાકસી અને રાજકીય એપી સેન્ટર ગણાતી આ ચૂંટણીમાં ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને શંકરસિંહ વાઘેલાની ડેમોક્રેટિક પાર્ટીના કિશોર કાનગડ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ચતુષ્કોણીયય જંગમાં અપક્ષ ઉમેદવારો એ પણ ઉમેદવારી પત્ર ભર્યા છે. પરંતુ મુખ્ય સામનો તો રાજકીય પક્ષો વચ્ચે જ થશે. અત્રે ઉલ્લ ેખનીય છે કે વિસાવદર વિધાનસભા હર્ષદભાઈ રીબડીયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા.


ત્યારબાદ આમ આદમી પાર્ટીના ભુપતભાઈ ભાયાણી પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા વિસાવદર બેઠકની સીટ ખાલી રહી હતી. લાંબા સમય સુધી નેતા વિહોણી રહેલી સીટમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેથી ચૂંટણી જગં જીતવા તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવશે. ભાજપ પણ વિસાવદરનો ગઢ જીતવા નેતાઓ અને આગેવાનોના ધામા થશે અને અઢી સાહ સુધી વિસાવદરમાં ખરા અર્થમાં ચૂંટણીનો રગં જોવા મળશે.૨૯૪ મતદાન મથક પર ૨.૬૧ લાખથી વધુ મતદારો તેના મતા અધિકારનો ઉપયોગ કરશે. આજે વિધિવત ફોર્મ ભરાયા બાદ હવે રાજકીય પક્ષો અને નેતાઓમાં સામસામે નિવેદન બાજી અને આક્ષેપબાજી થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application