અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસાના ગડાદર નજીક અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કાર પુલ પરથી નીચે પટકાઈ હતી અને આ ઘટનામાં એક બાળક સહિત ચાર લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, આ કારમાં સવાર પરિવાર શામળાજી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. દુર્ઘટના સ્થળ નજીક કાર ચાલક કદાચ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હશે અને કાર પુલ પરથી નીચે પટકાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ચારેય મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત કાર્યકર્તાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક પરિવારના સભ્યોના નિધનથી ગામમાં શોકનું વાતાવરણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech