નવા જિલ્લાઓ મહાનગરોની રચના પછી સરકારે તાલુકાઓનું માળખું ઠીકઠાક કર્યું

  • April 04, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજ્ય સરકારે થોડા સમય પહેલા મહાનગરપાલિકાઓ અને જિલ્લાઓની જાહેરાત કર્યા પછી તાલુકા કક્ષાના ડીઆરડીએના ઘટક માળખામાં તેની અસર પહોંચી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઘટક કક્ષાના 248 તાલુકા નું સરકારે એ બી સી કેટેગરીમાં વિભાજન કરીને કઈ કેટેગરીના કયા તાલુકામાં સ્ટાફ સેટઅપ કેવું હશે તેની સત્તાવાર જાહેરાત કરી છે.

સરકારે આ 248 તાલુકા માટે તાલુકા વિકાસ અધિકારીઓ વર્ગ-૨ ની ૩૩ જગ્યા મદદનીશ તાલુકા વિકાસ અધિકારીઓ વર્ગ ૩ ની ૧૯ જગ્યા અધિક મદદનીશ ઇજનેર વર્ગ-3 ની 496 જગ્યા જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની 496 જગ્યા મળી કુલ 1,044 જગ્યાઓ નવી મંજૂર કરી છે. તાલુકા દીઠ એક સિનિયર ક્લાર્ક નું મહેકમ જળવાઈ રહે તે માટે અગાઉ મંજૂર કરેલી 226 જગ્યાઓ યથાવત રાખી છે અને તે ઉપરાંત વધુ 22 નવી જગ્યા મંજૂર કરી છે આમ 248 તાલુકામાં કુલ 3103 નું મહેકમ નક્કી કરવામાં આવ્યું છે.

સરકારે ૬૦ તાલુકા ઘટકને એ કેટેગરીમાં મૂક્યા છે. તેમાં સૌરાષ્ટ્ર કચ્છનું એક પણ નથી. બી કેટેગરીના જે તાલુકા ઘટક છે તેમાં અમરેલી મહુવા તળાજા પાલીતાણા સિહોર ગારીયાધાર ગીર ગઢડા રાણપુર બોટાદ કલ્યાણપુર ખંભાળિયા ભાણવડ ઓખા મંડળ સુત્રાપાડા પાટણ વેરાવળ કોડીનાર જામનગર કાલાવડ લાલપુર માળીયા કેશોદ માંગરોળ જૂનાગઢ માણાવદર ભુજ નખત્રાણા લખતર રાપર ભચાવ અબડાસા મોરબી વાંકાનેર હળવદ દસાડા સાયલા ચોટીલા મૂડી લખતર ચુડા વઢવાણ નો સમાવેશ કરાયો છે. જ્યારે સી કેટેગરીના તાલુકા ઘટકમાં રાજુલા ખાંભા બાબરા સાવરકુંડલા ધારી લીલીયા લાઠી બગસરા વડીયા કુકાવાવ જાફરાબાદ ઉમરાળા ઘોઘા વલભીપુર ભાવનગર બરવાળા ગીર ગઢડા તાલાલા ધ્રોલ જોડિયા જામજોધપુર વિસાવદર વંથલી ભેસાણ મેંદરડા અંજાર મુન્દ્રા માંડવી ગાંધીધામ માળીયા ટંકારા પોરબંદર કુતિયાણા રાણાવાવ વિછીયા જસદણ ગોંડલ રાજકોટ જામકંડોરણા ઉપલેટા ધોરાજી જેતપુર કોટડા સાંગાણી લોધિકા પડધરી થાનગઢ ધાંગધ્રાનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application