રતન તાતાના અંતિમ દિવસોમાં શાંતનુ નાયડુ તેમના સૌથી નજીકના વ્યકિત હતા. હવે તેમણે પોતે જ માહિતી આપી છે કે રતન તાતાના મૃત્યુ પછી તેઓ શું કરી રહ્યા છે? અને તેઓ કયા પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે? તેણે લિંકડઇન પર આ માહિતી આપી છે. શાંતનુ નાયડુએ પોતાની પોસ્ટ દ્રારા જણાવ્યું કે તેઓ એક પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે, જે પહેલા મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે તેને જયપુર લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.
શાંતનુ નાયડુનો પેશન પ્રોજેકટ 'બુકીઝ' છે, જે સાયલન્ટ રીડિંગ ફેસિલિટી પૂરી પાડે છે. બુકીઝ એક વાંચન સમુદાય છે યાં લોકો સાર્વજનિક સ્થળોએ ભેગા થાય છે અને શાંતિથી વાંચે છે. અત્યાર સુધી તેને બેંગલુ અને પુણે સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે. ટાટાના માર્ગદર્શનથી નાયડુ હવે તેમના મિશનને જયપુર લઈ જઈ રહ્યા છે. જયપુર લોન્ચની જાહેરાત કરતા નાયડુએ પોતાનો ઉત્સાહ વ્યકત કર્યેા હતો. તેણે તેની પોસ્ટમાં લખ્યું છે કે જયપુર, સમય આવી ગયો છે. અમે તમને રવિવારે ૮મીએ જયપુર બુકીઝમાં મળીશું. લોન્ચ માટે નીચે સાઇન અપ કરો. હત્પં ખૂબ જ ઉત્સાહિત છું! ૮મી ડિસેમ્બરે યોજાનાર આ કાર્યક્રમ વાચકોને સાયલન્ટ રીડિંગ ગ્રુપમાં જોડાવા અને તેમાં પોતાનું નામ નોંધાવવાની તક આપી રહ્યું છે.
પુણે અને બેંગલુમાં બુકીઝ પહેલેથી જ પોતાની હાજરી સ્થાપિત કરી ચૂકયા છે. ત્યારે નાયડુ દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને સુરતમાં પણ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યા છે. બેંગલુમાં તાજેતરના સત્રમાં, નાયડુએ પ્રોજેકટના ઉદ્દેશ્ય પર તેમના મંતવ્યો શેર કર્યા. પુસ્તકો હંમેશા વાંચનને પાછું લાવવા વિશે હોય છે. એવું લાગે છે કે વાંચન એ માનવ અનુભવનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આજના ઘટતા ધ્યાન પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે આપણે ત્રણ મિનિટની રીલ્સ જોતા હતા. હવે આપણે ૧:૩૦ મિનિટ પણ જોઈ શકતા નથી.
નાયડુએ કહ્યું કે તમે સમુદાયની ભાવનાથી કોઈપણ કાર્ય કરો છો, ત્યાં એક વધુ પ્રેશર છે જે તમને તે જાતે કરવા કરતાં ઝડપથી આદત બનાવવામાં મદદ કરે છે. નાયડુનું બુકીઝ પ્રત્યેનું સમર્પણ તે મૂલ્યોને દર્શાવે છે જે તેઓ અપનાવે છે. તાતા સાથેના તેમના સમય દરમિયાન તેમની અનોખી મિત્રતાએ એક અવિશ્વસનીય છાપ છોડી દીધી, જેમાં ટાટાએ તેમની વસિયતમાં નાયડુનું નામ આપ્યું અને તેમના સાથી સ્ટાર્ટઅપ, ગુડફેલોને તેમની એયુકેશન લોન માફ કરીને અને તેમના હિસ્સાનો ત્યાગ કરીને ટેકો આપ્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech