પોરબંદરના પુર્વ ધારાસભ્ય અને નગરપાલિકાના પુર્વ પ્રમુખની પુણ્યતિથિ નિમિત્તે હિન્દુ સ્મશાન ભુમિ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પોરબંદરના પનોતા પુત્રને જેને કોઈ નામ કે પરિચય આપવાની જરૂર નથી એવા પોરબંદર લોહાણા સમાજના પુર્વ પ્રમુખ સ્વ. વસનજીભાઈ ખેરાજભાઈ ઠકરાર કે જેમણે સમાજની નહી પરંતુ સમસ્ત પોરબંદર નગરપાલિકાનું અને વિધાનસભાનું પણ નેતૃત્વ કર્યું છે,એવા વસનજીભાઈ ખેરાજભાઈ ઠકરારે તા.૧૮.૫.૧૯૮૦ના દિવસે પોરબંદર માટે શહીદી વહોરી હતી.તે દિવસને લોકો આજે પણ નથી ભુલી શક્યા કારણ કે વસનજીભાઈ ખેરાજભાઈ ઠકરારે માત્ર ગણતરીની કલાકમાં સોનાપુરી સ્મશાનને બચાવવા રાતોરાત સ્મશાનની ફરતે કમ્પાઉન્ડ વોલ (દીવાલ )ઉભી કરી હતી તે સમયે આધુનિક ટેક્નોલોજી કે મશીનનો અભાવ હતો ત્યારે વસનજીભાઈ પોતે તે સમયમાં કલાકો સુધી સ્મશાન બનાવા ઉભા રહ્યા અને ૫૦૦ જેટલા કારીગરો પાસે દીવાલ ચણાવી હતી.એટલે આજે પણ પોરબંદરની તમામ જનતા વસનજીભાઈને આજે પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો ત્યારે કરતા હતા.જો એ સમયે વસનજીભાઈએ પોતાની આગવી સુઝબુઝથી આ સ્મશાન ભુમિ બચાવી લીધી હતી જો એ સમયે વસનજીભાઈ ના હોત તો આજે પોરબંદરવાસીઓને મુશ્કેલી નો સામનો કરવો પડેત.
વસનજીભાઈની ૪૫મી પુણ્યતિથિ નિમિત્તે સ્મશાનભુમિમાં પોરબંદર લોહાણા સમાજના તત્કાલીન પ્રમુખ સ્વ.વજુભાઇ કારીયાના માર્ગદર્શન હેઠળ વસનજીભાઈના પરિવારે ત્યાં સ્મુતિરૂપી વસનજીભાઈની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલ હતુ,પરંતુ આજની પેઢીને આ વાતની યોગ્ય અને સમયસર જાણકારી મળે તેવા ઉદેશ્ય સાથે છાયા લોહાણા મહાજન પ્રમુખ, લલિતભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ જલારામ સેવાદળના કાંતિભાઈ બુધેચા,એડવોકેટ કેતનભાઈ કોટેચા,યોગેશભાઈ કોટેચા,રાકેશભાઈ મોનાણી, અમિતભાઇ ખોડા,દીપ ભાયાણી સહિતના લોકોએ આજે પોરબંદર સોનાપુરી સ્મશાન ખાતે તમામ સામાજિક,ધાર્મિક,વ્યાપારીક સંસ્થાઓ શ્રદ્ધાંજલિ માટે અપીલ કરી હતી આ તકે વસનજીભાઈના જયેશઠ પુત્ર ભરતભાઈ ઠકરાર,કેતનભાઈ ઠકરાર,કિરીટભાઈ ઠકરાર તથા વસનજીભાઈના બહેન રાજકોટ મહિલા વિકાસ અંધ ગુરુકુળના ટ્રસ્ટી જયાબેન ખેરાજભાઈ ઠકરાર,તથા વ્યાપારીક સંસ્થામાંથી ચેમ્બર ઓફ કોમર્ષના પ્રમુખ જિજ્ઞેશભાઈ કારીયા,પુર્વ પ્રમુખ નલીનભાઇ કાનાણી,માનવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારીયા,છાયા લોહાણા મહાજનના પ્રમુખ અને ટ્રસ્ટીઓ તથા મુકેશભાઈ ઠકરાર,લલિતભાઈ કોટેચા,પોરબંદર શહેર ભાજપ પ્રમુખ,સાગરભાઈ મોદી, લોહાણા મહાજનના મંત્રી રાજેશભાઈ લાખાણી, ટ્રસ્ટી ભાવિનભાઈ કારીયા,જલારામ સેવા સમિતિના ટ્રસ્ટી અતુલભાઈ કારીયા હિતેષભાઇ ઠકરાર અને યુવા ટીમમાંથી આકાશ કારીયા,ચેતન પલાણ, અમિત ચોલેરા,સગપણ માહિતી કેન્દ્રના હરીશભાઈ પોપટ, લોહાણા અગ્રણી પરિમલભાઈ ઠકરાર, તિરૂપતિ ટ્રસ્ટના પ્રમુખ,અશોકભાઈ કોટેચા, બજરંગદળના પ્રમુખ જયેશભાઇ જોશી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ બાબુભાઇ અને તમામ રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સંસ્થાના હોદેદારો અને સદસ્યો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech