પોરબંદર જિલ્લામાં સસ્તુ અનાજ લેતા લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય નહીં તે માટે અપાઇ સુચના

  • May 19, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજતા નાગરિકોને અનાજના જથ્થાને મેળવવામાં કોઈપણ પ્રકારની અગવડતા પડે નહી તે માટે યોગ્ય કરવા સુચના આપવામાં આવી હતી.
પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેકટર બી.બી. ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, સભાખંડ પોરબંદર ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ કલેકટર  બી.બી.ચૌધરીએ  જિલ્લા નાગરિક પુરવઠા વિભાગની કામગિરીની સમીક્ષા કરીને જણાવ્યુ હતુ કે, મર્જ કરેલી સસ્તા અનાજની દુકાનથી રેશનકાર્ડ ધારકોને અનાજના જથ્થા વિતરણમાં કોઈ અગવડતા ન પડે અને સમયસર મળવાપાત્ર અનાજનો જથ્થો મળી રહે તે દિશામાં કાર્ય કરવા અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સરકારની સુચના અનુસાર મે અને જુન માસના અનાજના જથ્થાનું વિતરણ સમયસર કરવા જ‚રી માર્ગદર્શન આપ્યુ હતુ.ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી  પ્રતિક જાખડે જિલ્લા નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરેલી કામગિરીની માહિતી આપી હતી.
આ બેઠકમાં મે અને જુન માસના અનાજના જથ્થાનું વિતરણ,વ્યાજબી ભાવની દુકાનોની તપાસ,ચાર્જવાળી દુકાન બાબતે ચર્ચા, સરકારી મંડળી સંચાલિત વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ફેરફાર,વારસાઈથી પરનામાં નામફેર બાબતે ચર્ચા કરવામાં આવી હતી.અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સરકાર દ્વારા ભાવનિમય,પેટ્રોલપંપ પર પુરતો જથ્થો રાખવા અને જિલ્લા તકેદારી સમિતીની રચના સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.આ જિલ્લા અધિક કલેકટર  જે.બી.વદર સહિતના જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application