પોરબંદરમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ઇન્ચાર્જ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીની અધ્યક્ષતામાં સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ નેશનલ હાઇવે ઓથોરિટીનો સર્વિસ રોડ બનાવવા, પોરબંદરમાં કર્લી કાંઠા પર વિકાસલક્ષી કાર્યો હાથ ધરવા તેમજ જરૂરી કામગીરી કરવા સુચન કર્યું હતુ અને પ્રીમોન્સુન કામગીરી માટે સંબંધિત અધિકારીઓ ઝડપથી કાર્ય કરવા અને અન્ય મહત્વના વિષયો પર માર્ગદર્શન આપ્યુ હતુ.
ઇન્ચાર્જ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીએ જણાવ્યુ હતુ કે,કોઈપણ વિભાગીય મુદ્દાઓ પર આંતરિક સંકલન દ્વારા ઝડપી નિર્ણય લઇ નિવારણ લાવવા અને સી.એમ. ડેશબોર્ડના પ્રશ્ર્નો ઝડપી નિરાકરણ લાવવા સુચના આપી હતી તેમજ મારી યોજના પોર્ટલ સહિતની યોજનાઓનો પ્રચાર-પ્રસાર સોશિયલ મીડિયા દ્વારા કરવા, પ્રીમોન્સુન કામગીરીને ઝડપી કરવા અને ડિઝાસ્ટર કંટ્રોલમ કાર્યરત કરવા સહિતના મુદ્દાઓ પર મહત્વપુર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
બેઠકના અંતે જિલ્લા અધિક કલેક્ટર જે.બી. વદરે તમામ વિભાગોને ઇ-સરકારનો ઉપયોગ કરી કાગળ વગરની કામગીરીને પ્રોત્સાહન આપીને સમય તથા સંસાધનોનો બચાવ કરવા સુચના આપી હતી અને તમામ ડિઝાસ્ટર કામગીરી માટે અધિકારીઓને સતત એક્ટિવ તથા ઓન-કોલ રહેવા જણાવાયુ હતુ.આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલા વિકાસકાર્યો, પેન્ડિંગ પ્રશ્ર્નો તેમજ ધારાસભ્યો તથા સાંસદોના પડતર પ્રશ્નો અને પત્રોના નિકાલ અંગે સમીક્ષા કરી હતી, કલેકટર ઓફિસ પાસે ભરાતા પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટેની કામગીરી કરવા, ફટાણા ખાતે જર્જરીત પુલનું કામ વહેલીતકે કરવા,એ.જી. ઓડિટ તથા બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે તાત્કાલિક પગલાં, એનર્જી ઓડિટ વીજળી બચત રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી, તાલુકા સ્વાગત કાર્યક્રમોમાં અધિકારીઓની સક્રિય ભાગીદારી, ૮૨ દિવ્યાંગ લોકોના પ્લોટની ફાળવણી કામગીરી ઝડપથી કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પોરબંદર મહાનગરપાલિકા કમિશ્ર્નર એચ.જે. પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા,નાયબ કલેક્ટર એન.બી. રાજપુત, પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ,કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પ્રતિક જાખડ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMમહુવામાં જર્જરિત મારુતિ કોમ્પ્લેક્સની દીવાલ ધરાશાયી
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech