રાવલમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી પકડાયો

  • April 04, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેય તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન મુજબ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ બીએનએસ કલમ ૧૩૭(૨), ૮૭ તથા પોકસો એકટની કલમ ૧૨ મુજબનો ગુનો નોંધાયેલ ગુનાના કામેના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા માટે સુચનાઓ આપેલ હોય, જે અનુસંધાને કલ્યાણપુર ઇન્ચાર્જ પીઆઇ યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ રાવલ આ.પો. સ્ટાફ તેમજ સર્વેલન્સ સ્ટાને સુચના કરેલ હોય જેથી ટેકનીકલ સોર્સ અને હયુમન સોર્સથી આરોપીને તથા ભોગ બનનારને શોધી કાઢવા જ‚રી વર્કઆઉટ કરતા આરોપી તથા ભોગબનનારને પો.હેડ કોન્સ નારણભાઇ આંબલીયા તથા પો.કોન્સ મુનાભાઇ લગારીયાને હકીકત મળતા જામજોધપુર તાલુકાના તરસાઇ ગામેથી આરોપી વિરમ ભીખા બારીયા રહે. રાવલ મયુરનગર પશુ દવાખાના પાછળ તા. કલ્યાણપુરવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application