જોડીયામાં સગીરાના અપહરણમાં આરોપી પાલીથી પકડાયો

  • June 04, 2025 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ દ્વારા ભોગ બનનારને શોધી કાઢી

વર્ષ-૨૦૨૨ માં જોડીયા પોલીસ સ્ટેશનના સગીરા અપહરણ અનડીટેકટ ગુનો એન્ટી હયુમન ટ્રાફીક ટીમ યુનીટે શોધી કાઢયો છે, આરોપીને રાજસ્થાનના પાલીથી પકડી લેવામાં આવ્યો છે.

એસપી પ્રેમસુખ ડેલુની સુચના અનુસાર જામનગર જીલ્લામાં સગીર બાળકો તથા અપહરણ થયેલ ગુનાઓ અને ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા જરુરી સુચના કરી માર્ગદર્શન આપતા જામનગર એએચટીયુના પીઆઇ એ.એ. ફોફર તથા સ્ટાફ દ્વારા જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં હયુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસના આધારે ૨૦૨૨માં જોડીયામાં નોંધાયેલા અનડીટેકટ ગુના સબંધે તપાસ હાથ ધરી હતી.

જેમાં આરોપી ફરીયાદીની સગીર પુત્રીને આશરે ૩ વર્ષ અગાઉ ભગાડી ગયો હતો જેથી આ અંગે તપાસ લંબાવીને ભોગ બનનાર તથા તેના બાળકને રાજસ્થાન પાલી ખાતે હોવાની વિગત મળતા ત્યાં દોડી જઇ રાજસ્થાનના પાલી ખાતેથી આરોપી રાજસ્થાન પાલીના મુલીયાવાસ વિસ્તારના રાજુરામ રાણારામ રાઠોડ ખેતાણી (ઉ.વ.૩૭)ને પકડી લીધો હતો અને ભોગ બનનારને શોધી કાઢી હતી.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application